આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમના કેપ્ટન લિયોનલ મેસી પર ઍક મેચનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેની સાથે જ તેને 1500 ડોલર અર્થાત અંદાજે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. મેસીઍ સાઉથ અમેરિકન ફૂટબોલ ઍસોસિઍશન પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો.
કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાન માટે આર્જેન્ટીના અને ચીલી વચ્ચે રમાયેલી મેચમાં મેસીને રેડ કાર્ડ બતાવાયું હતું. મેચ પછી મેસીઍ સાઉથ અમેરિકાના ફૂટબોલ અધિકારીઓ ભ્રષ્ટ હોવાનો આરોપ મુક્યો હતો. આ મેચ આર્જેન્ટીના 2-1થી જીત્યું હતું. આ પ્રતિબંધને કારણે મેસી 2022ના ફટબોલ વર્લ્ડકપ માટેની ક્વોલિફાયર મેચમાં રમી શકશે નહી.