ગંદા હૈ પર ધંધા હૈ , ક્યા કર લોગે
વલસાડ માં જગ્યા જગ્યા ઉપર ચાલી રહેલા દારૂના ધંધા અંગે સત્યડે અખબારે પર્દાફાશ કરી નામજોગ માહિતી ડિકલેર કરી હતી જોકે,એ નામો માત્ર નાના પાયે વેપાર કરી ખર્ચો કાઢતા ફેરિયા હોવાનું છે પણ નાના અનેક આ ધંધા માં જોડાયેલા હોઈ બાઇક ઉપર ટ્રીપ મારતા યુવાનો સહિત કઈ કેટલાય ખૂણે ખાંચરે આવા ધંધા ચાલે છે હાઇવે ઉપર પણ ટ્રક ચાલકો ઝૂંપડાઓ માં પેગ મારવા બે ઘડી ઉતરી જતા હોવાની વાતો છે આવા નાના ગણો તો આંકડો મોટો થઈ જાય તેમ છે અને એક મોટો જથ્થો વેચાઈ જાય છે.
દારૂની ખેપ માં વધુ એક નામ જો ચર્ચા માં હોય તો તે નામ છે હિરેન રાઠોડ આ હિરેન એક સમયે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો પરંતુ આજકાલ દારૂ ના ધંધા માં તેનું નામ ચર્ચામાં છે.
હિરેન રાઠોડ નો માલ ઘણી જગ્યા એ વેચાય છે પૂર્વ કોન્સ્ટેબલ હોવાથી દારૂની ફેરાફેરી માં સારી એવી પકડ હોવાનું કહેવાય છે. આવો એ પણ જોઈએ તેઓ ની શુ ચર્ચા છે.વલસાડ માં બરતરફ થયેલા પોલીસકર્મી
પ્રથમ વખત યોગી શાહિદ ચોકમાં દારૂ ની એક મેટર થી વિવાદ માં આવ્યા હતા
ત્યારબાદ બારડોલી માં સોના-ચાંદીમાં તોડ પાણી કર્યા ના કારણે ફરી ભેખડે ભરાઈ ગયા હતા અને પોલીસ ની નોકરી માંથી ઘરભેગા થઈ ગયા હતા તેઓ માટે કહેવાય છે કે વલસાડ ની અંદર સૌથી વધારે દારૂ ઉતારવામાં તેઓનું નામ મોખરે લેવાય છે.
હાલ વલસાડ ની અંદર દક્ષા મ્યુનિસિપાલટી સ્કૂલની બાજુમાં ઈંડાંની લારી ચલાવે ત્યાં અને
આનંદ છતરીયા મોગરાવાડીની અંદર
ગંગા દારૂ વાળી આંધિયા વાડ ની અંદર
યોગી શહીદ ચોક
ભરત ધોબી તળાવ પોલીસ ચોકી પાછળ વગેરે જગ્યા એ તેઓ નો માલ જતો હોવાની ચર્ચા છે. અને સામાન્ય રીતે વલસાડ ની અંદર હિરેન રાઠોડ નું રોજની ૪૦થી ૫૦ પેટનું કર્ટિંગ થતું હોવાની વાત છે.
વલસાડ માં ઠેરઠેર દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો રિટેલ માં સાઈડ બિઝનેસ કરતા હોય તેવો માહોલ છે અને પાન ,બીડી ,ગુટખા અને સાથેસાથે ચપલું વેચવું સામાન્ય બની ગયું છે ત્યારે કોઈ જો ખોંખારો ખાઈ ને કહેતું હોયકે બોસ સબ સલામત છે તો તે માત્ર ભ્રમ છે અને તેવા વહેમ માં ન રહેવું જોઈએ વલસાડ દારૂનું હબ છે અને અહીં વર્ષો થી છૂટક દારૂ નો ધંધો થઈ રહ્યો છે જેને કોઇ રોકી નથી શક્યું . ત્યારે જોઈએ છે કે દારૂની હાટડીઓ માં કોઈ બદલાવ આવે છે કે કેમ ? જોકે, સત્યડે અખબાર માં અહેવાલો છપાતા જ સબંધિતો દોડતા થઈ ગયા હતા અને રેલો નીચે આવતા ચપલા ભરેલા થેલા આઘા પાછા કરી જોઈવિચારી રોજના ગ્રાહકો ને ગભરાતા ગભરાતા માલ આપી રહ્યા હોવાની માહિતી જાણવા મળી છે.