મહારાષ્ટ્રમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે નાસિકમાં નવો નિયમ લાગૂ કર્યો છે. શહેરમાં હવે લોકોને ક્યાંય પણ બજારમાં ખરીદી કરવા કે પછી અન્ય કોઈ કારણોસર જવાનું થાય તો તેના માટે 5 રૂપિયા ચુકવવા પડશે. પોલીસ અને પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે તંત્રએ બજારમાં ભીડ ઓછી કરવા માટે આ પ્રકારના નિયમો લગાવ્યા છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બજાર જતા દર વખતે લોકો પાસેથી 5 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જેની સામે એક ટિકિટ પણ આપવામાં આવશે. આ એક ટિકિટ એક કલાક માટે માન્ય રહેશે. અને જો કોઈ નાગરિક એક કલાકથી વધારે બજારમાં રોકાશે અને આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.આ બજારોમાં જવા માટે એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવશે. અહીં એન્ટ્રીના સમયે લોકોને પાંચ રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. ત્યાર બાદ જ અંદર જ પ્રવેશ મળશે. તો વળી હોકર્સ, શાકભાજી વેચનારા અને દુકાનદારોને અલગથી પાસ આપવામાં આવશે. તો વળી બજાર એરિયાની અંદર રેલા લોકોને આઈડી કાર્ડ ચેક કર્યા બાદ જ અંદર જવા દેવામાં આવશે.
