દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે.મુંબઈમાં છેલ્લાં 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. જો આવા લોકો સાર્વજનિક સ્થળોએ લોકોને મળે છે તો તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.દેશમાં કોરોનાના વધતા કેસની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૌથી વધુ પ્રભાવિત જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45થી વધુ વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કેન્દ્રએ વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવા અને તમામ યોગ્યતા પાત્ર વ્યક્તિઓને વેક્સિન લગાવવા સૂચના આપી છે. કેન્દ્રએ કહ્યું કે, વધુ કેસ લોડ વાળા તમામ જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45 કે તેથી વધુ વયના લોકોને પ્રાથમિકતા આપી વેક્સિન લગાવવી. આ સાથે કોરોનાના દરેક દર્દીના સંપર્કમાં આવેલા 25 થી 30 લોકોને ક્વારેન્ટાઈન કરવાની વ્યવસ્થાની સૂચના પણ આપી છે, જેથી કોરોનાના કેસ વધતા અટકાવી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે- હજુપણ ટેસ્ટ-ટ્રેક અન ટ્રિટની નીતિ પર ફોક્સ રાખવું જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આકરા નિયમો લાગુ કરવા અને તેનું પાલન કરાવવું જરૂરી છે. ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા વધારે ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.ગાંધીનગર સચિવાલય ખાતે અનેક રાજનેતાઓ સહિત સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અત્યાર સુધી ગાંધીનગરમાં 6 ટેસ્ટીંગ સેન્ટરો ઊભા કરાયા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વાર વધુ 3 ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરવામાં આવ્યાં છે.