મારૂતિ સુઝુકી Swiftનું હાલનું જનરેશન ભારતની સૌથી પોપ્યુલર કારોમાંની એક છે. આ મોડલ આવતા વર્ષે નેકસ્ટ જનરેશનની સાથે 2018 ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવશે. જો કે, આ અગાઉ પણ કંપનીએ કોઈ જાહેરાત કર્યા વિના તેની લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. મારૂતિ સુઝુકી Swiftના લિમિટેડ એડિશનની કિમત 5.45 લાખથી 6.34 લાખ રૂપિયા રાખી છે. આ લિમિટેડ એડિશનમાં ઘણાં ફેરફાર અને ફિચરને અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ વખતે મારૂતિએ બોનેટ ડોર અને રૂફમાં નવો લુક આપ્યો છે જ્યારે કેબિનમાં મેચિંગ સીટ અપહોલ્સટ્રી અને સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે.
મારુતિએ બાલેનો, ઇગનિસ અને એસ-ક્રોસ જેવા ટચસ્ક્રીન ઇન્ફર્મેશન સિસ્ટમ પણ ઉમેર્યા છે. આ સિસ્ટમ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટ્રોને સપોર્ટ કરવા સાથે સાથે બ્લુટુથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરે છે.