અમદાવાદ: પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં 48 કિલો લાઈટ ફ્લાઈવેટ વર્ગની ફાઈનલમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગને હરાવીને આ ગોલ્ડ મેડલ જીત્યો.
આ સાથે જ લંડન ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે એશિયન ચેમ્પિયનશીપમાં પોતાનો પાંચમો ગોલ્ડ મેડલ હાસલ કર્યો. 35 વર્ષની મેરી કોમે 2003, 2005, 2010 અને 2012માં ગોલ્ડ મેડલ જીત્યાં જ્યારે 2008માં તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
મણિપુરની બોક્સર મેરી કોમે લગભગ એક વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ગોલ્ડન વાપસી કરી છે. રાજ્યસભા સાંસદ મેરી કોમ 51 કિલોમાં ભાગ લીધા બાદ 48 કિલો વર્ગની કેટેગરીમાં પાછી ફરી છે. જો કે પોતાના અનુભવથી તેમણે ફાઈનલમાં ઉત્તર કોરિયાની બોક્સરને માત આપી.