નવી દિલ્હીઃ Mrs Bectors bectors food specialtiesના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. Mrs Bectorsનો IPO ઇશ્યૂ તેના સબ્સક્રિપ્શનના છેલ્લા દિવસે ગુરુવારે 197.36 ગણો ભરાયો છે. દરેક કેટેગરીમાં આઇપીઓને ઓવર સબ્સક્રિપ્શન મળ્યુ છે. આવી રીતે Mrs Bectorsના IPOએ બર્ગરકિંગના આઇપીઓનો પણ રેકોર્ડ તોડી દીધો છે, જે 156 ગણો ભરાયો હતો.
બિન સંસ્થાકીય રોકાણકારો એ Mrs Bectorsના IPOમા સૌથી વધારે રસ દાખવ્યો છે, જેમના તરફથી 621 ગણી વધારે બીડ પ્રાપ્ત થઇ છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સે આ આઇપીઓ માટે 175 ગણું વધારે બિડિંગ કર્યુ છે. નાના રિટેલ રોકાણકારોએ આ આઇપીઓને 28 ગણો સબ્સક્રાઇબ કર્યો છે અને કંપનીના કર્મચારીઓ તરફથી આઇપીઓનું સબ્સક્રિપ્શન લગભગ 43.77 ગણુ થયુ છે.
Mrs Bectorsના IPOને ઇશ્યૂને બીજા દિવસે 11.40 ગણું સબ્સક્રિપ્શન મળ્યુ હતુ. તો આઇપીઓ ઇશ્યૂના પ્રથમ દિવસે મંગળવારે 3.72 ગણું સબ્સક્રિપ્શન મળ્યુ હતુ. બર્ગર કિંગ ઇન્ડિયા બાદ ચાલુ મહિને આ બીજો આઇપીઓ છે, જેને ઇશ્યૂ ઓપન થયાના થોડાંક જ કલાકોમાં સંપૂર્ણ સબ્સક્રિપ્શન પ્રાપ્ત થયુ છે.
Mrs Bectorsના IPOને સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ આઇપીઓ ઇશ્યુ માટે ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ રેન્જ 286-288 રૂપિયા રાખી છે. સોમવારે કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 162 કરોડ રૂપિયા એક્ત્રકર્યા હતા.