13 એપ્રિલ એટલે આજથી ચૈત્ર નોરતા શરૂ થઇ ગયા છે. આજે ઘટ સ્થાપના સાથે નવ દેવીઓની પૂજા શરૂ થઇ જશે. આ વખતે નવરાત્રિમાં તિથિઓની વધ-ઘટ ન થવાથી 21 એપ્રિલના રોજ રામનોમ પર્વ ઊજવવામાં આવશે. આ નોરતામાં ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિના કારણે દરરોજ શુભ યોગ બની રહ્યા છે. આ કારણે નોરતામાં ખરીદદારી માટે દરરોજ મુહૂર્ત રહેશે. માન્યતા છે કે દેવીના આ નવ દિવસો દરમિયાન કરવામાં આવતી ખરીદદારીથી સમૃદ્ધિ અને સુખ વધે છે. મોટાભાગે નોરતામાં પ્રોપર્ટી અને વાહનોની ખરીદદારી અને વેચાણ શુભ માનવામાં આવે છે. આ નોરતામાં તિથિ, વાર અને નક્ષત્રો મળીને 2 સર્વાર્થસિદ્ધિ, 1-1 અમૃતસિદ્ધિ અને પુષ્યામૃત યોગ સાથે જ 3 રવિયોગ પણ બનશે તેની સાથે જ આયુષ્માન, સૌભાગ્ય અને મહાલક્ષ્મી યોગ પણ રહેશે.
- 13 એપ્રિલ, મંગળવાર- સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ
- 14 એપ્રિલ, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
- 15 એપ્રિલ, ગુરુવાર- આયુષ્માન યોગ
- 16 એપ્રિલ, શુક્રવાર- સૌભાગ્ય અને શોભન યોગ
- 17 એપ્રિલ, શનિવાર- મહાલક્ષ્મી યોગ
- 18 એપ્રિલ, રવિવાર- રવિયોગ
- 19 એપ્રિલ, સોમવાર- મહાલક્ષ્મી યોગ
- 20 એપ્રિલ, મંગળવાર- મંગળ-પુષ્ય યોગ
- 21 એપ્રિલ, બુધવાર- રવિયોગ