સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાઍ ગુરૂવારે ઍવું કહ્યું હતું કે તે આ વર્ષના અંતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા બાબતે વિચારશે. નિરજે આ નિવેદન ત્યારે કર્યુ છે જ્યારે ઍ સ્પષ્ટ થઇ ગયું છે કે તે આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે ક્વોલિફાઇ થઇ ગયો છે. આ પહેલા ઍ બાબતે થોડી અવઢવ જેવી સ્થિતિ હતી કે નીરજે આ સ્પર્ધા માટે ક્વોલિફાઇ કર્યુ છે કે નહીં.
અધિકારીઓ ઍ બાબતે સ્પષ્ટ નહોતા કે જાલાહલીમાં ૬૮મી ઓલ ઇન્ડિયા ઇન્ટર સર્વિસ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૮૩.૯૦ મીટરના તેના થ્રોને વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશનમાં વિચારણા હેઠળ લેવાશે કે નહીં. જો કે હવે ઍ માહિતી મળી છે કે ગત વર્ષે ૧૭થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન થયેલી આ સ્પર્ધા માપદંડ અનુસાર યોગ્ય હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પુરૂષોના જેવલિન થ્રોનો ક્વોલિફિકેશન માર્ક ૮૩ મીટર હતો. અને જેનો ક્વોલિફાઇંગ સમય ૭ સપ્ટેમ્બર ૨૦૧૮થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ છે. ઍઍફઆઇના સૂત્રોઍ ઍ પુષ્ટિ કરી છે કે નીરજ સર્વિસીસની આ સ્પર્ધાથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે કવોલિફાઇ કરી ચુક્યો છે. જા કે ઍ બાબતે અંતિમ નિર્ણય પછીથી કરવામાં આવશે.