સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં 18 લાખ જેટલી મિલકતો આવેલી છે, જેનો વાર્ષિક વેરો 1200 કરોડ જેટલો થાય છે. જોકે પાલિકા દ્વારા 950 કરોડ જેટલો વેરો વસૂલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ જે 250 કરોડ જેટલો વેરો બાકી છે તેના માટે પાલિકા દ્વારા નવા પ્રકારની તરકીબ અપનાવવામાં આવી છે પાલિકા દ્વારા જે તે મિલકતની સામે બોર્ડ લગાવી જાહેર ફજેતો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા મિલકત ધારકોની જાહેરમાં ફજેતી કરી ટેક્ષ વસુલ કરવાની નવી તરકીબ અપનાવવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો મનપાને જ્યારથી જકાતનો વેરો આવવાનો બંધ થયો છે ત્યારથી આવક ફક્ત પ્રોપર્ટી ટેક્ષ ઉપર જ નિર્ભર છે.
સુરત મનપા હદ વિસ્તારમાં 18 લાખ જેટલી મિલકતો આવેલી છે, આ મિલકતોથી મહાનગરપાલિકાને 1200 કરોડ જેટલી ટેક્ષની આવક થાય છે. આ ટેક્ષ થકીથી મનપા દ્વારા હાલ સુધી 950 કરોડની આવક વસૂલી લેવામાં આવી છે, પરંતુ હજુ પણ 250 કરોડના ટેક્ષની ઉઘરાણી બાકી છે.
જો કે પાલિકા દ્વારા હવે જે તે વિસ્તારમાં જે મિલકતનો ટેક્ષ બાકી છે તે પ્રોપર્ટીની સામે એક બોર્ડ લગાવવામાં આવે છે બોર્ડ લગાવ્યા બાદ ત્યાં બોર્ડ ઉપર જે તે મિલકતની ડિટેલ સાથે બાકી લેણાંની રકમ લખવામાં આવે છે. આ રકમ લખવાથી જાહેરમાં ફજેતો થાય છે એથી સુરત મહાનગર પાલિકા દ્વારા આ પ્રકારની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મનપાની આ કામગીરીથી કેટલા ટેક્ષની વસૂલાત થાય છે તે તો આવનારો સમય જ કહેશે.