ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાઍ જાન્યુઆરી 2020થી ટેનિસ કોર્ટ પર પાછા ફરવાના પ્રયાસો આદર્યા છે, તેણે કહ્યું હતું કે મારી કેરિયરમાં હું ઍટલું મેળવી ચુકી છું કે હવે મારે બીજી ઇનિંગમાં કંઇ સાબિત કરવાનું રહ્યું નથી. આ દરમિયાન જે જીત મળશે તે મારા માટે બોનસ રહેશે.
માતા બન્યા પછી બે વર્ષથી વધુ સમય બાદ સ્પર્ધાત્મક ટેનિસ ક્ષેત્રે વાપસીની તૈયારી કરી રહેલી 32 વર્ષિય સાનિયા રોજ ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરી રહી છે અને તેણે પોતાનું વજન 26 કિલો ઘટાડી દીધું છે. તેણે કહ્યું હતું કે મને લાગતું હતું કે હું ઓગસ્ટ સુધીમાં પાછી ફરીશ પણ હવે ઍવું લાગે છે કે જાન્યુઆરી સુધીમાં ઍવી સંભાવના દેખાઇ રહી છે. તેણે ઍવું પણ કહ્યું હતું કે મારું બોડી જા સંપૂર્ણ ફિટ નહીં હોય તો હું નહીં જ રમું, આગામી બે મહિનામાં ઍ નક્કી થઇ જશે. તેણે ઍવું પણ કહ્યું હતું કે વાપસી માટે મારી પાસે ઘણી પ્રેરણાઓ રહી છે, પણ સેરેના જેવી ખેલાડીને માતા બન્યા પછી ગ્રાન્ડસ્લેમ રમતી જાવી સારું લાગી રહ્યું છે. તે ઘણું પ્રેરક રહ્યું છે.
