શહેરની 10 હોસ્પિટલો(Hospitals)ને દર્દીઓ(Patient)ની માહિતી છૂપાવવા બદલ નોટિસ આપવામાં આવી હતી. પ્રાઇવેટ હોસ્પિટલોએ પોતાની હોસ્પિટલ(Hospitals)માં સારવાર લઇ રહેલા દર્દીઓ(Patient)ની માહિતી મનપાને આપી ન હતી. જેને લઇને મનપાએ કડક કાર્યવાહી કરી છે. સુરત મનપા દ્વારા ગુ.હા.બોર્ડની વેદાંત ક્લિનીકના ડો. અજીત વસોદીયા, અમરોલીની ડો.કીર્તિ પંડ્યા, વેડરોડ કમળાબા હોસ્પિટલના ડો. સમીર મહેતા, મગન નગર-2ના ધ્રૂવ ક્લિનિકના ડો. રાજેશ પટેલ, નવસારી બજારના ડો. નીતિનભાઇ, લોખાત હોસ્પિટલ, રામપુરાના ડો. કેતન પટેલ, પૂજા હોસ્પિટલના ડો. ભરત જસાણીને નોટિસ આપવામાં આવી હતી.
મનપા(SMC) કમિશનરે સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત(Surat)ના લોકોને અપીલ કરતાં કહ્યું કે, કોરોનાની મહામારીમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહારવાના નિયમોનું પાલન કરે. તેમણે કહ્યું કે, લોકો તકેદારી રાખી રહ્યા નથી અને નિયમોનો ભંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં જે પણ વિસ્તારોમાં કેસો વધશે તો તેણે ક્લસ્ટર જાહેર કરી દેવામાં આવશે. અને ક્લસ્ટર એરિયામાં કામો પણ બંધ રાખવામાં આવશે. જેથી રોજગારી પણ જશે તેવી ચીમકી કમિશનરે આપી હતી.
શહેરમાં અનલોક-1(Unlock)માં છૂટછાટ મળતાં જ ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે. ૧ જૂનથી નોકરી, ધંધા શરૂ થતાં જ પોઝિટિવ કેસની સંખ્યામાં સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે, શહેરીજનો પણ જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી. જેથી પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. જેના પગલે શુક્રવારે મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી હતી કે, લોકો તકેદારી રાખી રહ્યા નથી, જે યોગ્ય નથી. આ એક વૈશ્વિક મહામારી છે અને તેમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે એ જરૂરી છે. ઉપરાંત મનપા કમિશનરે શહેરીજનોને ચીમકી આપી હતી કે, જે વિસ્તાર, ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ કેસ આવશે તે સમગ્ર એરિયાને ૨૮ દિવસ માટે ક્લસ્ટર કન્ટેન્મેન્ટ જાહેર કરાશે. જેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળશે નહીં. અને ધંધા-રોજગાર પણ બંધ કરી દેવાશે. જેથી લોકો કાળજી લે એ જરૂરી છે.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જો શહેરનાં શોપિંગ કોમ્પ્લેક્સ, યુનિટ ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ આવશે તો તે પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવનારા દરેકને ક્વોરન્ટાઈન કરી દેવાશે. શહેરમાં કામકાજ શરૂ થતાં જ કામકાજનાં સ્થળો પર પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ પણ કામકાજનાં સ્થળ તેમજ ઈન્ડસ્ટ્રિયલ યુનિટ વગેરેમાં જેમને પણ પોઝિટિવ કેસ આવશે તેના કોન્ટેક્ટમાં આવનારા તમામને ક્વોરન્ટાઈન કરી દેવાશે. જેટલા વધુ પોઝિટિવ કેસ આવશે તેટલા વધુ ક્વોરન્ટાઈન થશે અને કામકાજ નહીં થશે. જેથી લોકો કાળજી રાખે એ જરૂરી છે.