મોટા ભાગના લોકો જેમનું લગ્નજીવનમાં સફળ ન હોય તેઓ પોતાને બીજી તક જરૂરથી આપે છે, એટલે કે તેઓ ફરીથી લગ્ન કરીને ઘર વસાવે છે. અમેરિકાના કેન્ટુકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગ્લે પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો. ક્વિગ્લના પોતાના પતિ જસ્ટિન ટૉવેલ લાથે ડિવોર્સ થઈ ગયા હતા, ત્યાર બાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં બંને આજે પતિ-પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. લગ્નના એક વર્ષની અંદર એરિકા ક્વિગ્લે એક પુત્રીને જન્મ આપ્યો. હવે બંને બાળકો પોતાની માતાની સાથે રહે છે. તેના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં એરિકાએ કહ્યું હતું કે હું પૂર્વ પતિ જસ્ટિનની બહેનના માધ્યમથી જેફને ઓળખતી હતી. જ્યારે મુશ્કેલ સમયે જેફે ટેકો આપ્યો, ત્યારે મેં વિચાર્યું કે અમારી જોડી સારી રહેશે. એરિકા ક્વિગ્લે કહ્યું હતું કે જેફનું હૃદય હજી જુવાન છે, જ્યારે મારી ઉંમર તેના કરતાં વધારે દેખાય છે. એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજા લગ્ન કરી લીધા છે અને બંનેની પાસે તેમના પહેલા પુત્રની કસ્ટડી પણ છે. આ બંને પરિવાર નજીકમાં જ અલગ અલગ ઘરોમાં રહે છે. મહિલાના પહેલા પતિ જસ્ટિને કહ્યું હતું કે અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે અમારી વચ્ચે કોઈ જાતની નફરત નથી. અમે અમારા પુત્ર વિશે વાત કરીએ છીએ અને અમારા જીવનની સાથે આગળ વધી રહ્યા છીએ.
