મીલ અને ફેક્ટરીમાં વારંવાર આગ અને કરંટ લાગવાની ઘટના બનતી રહે છે. જેમાં પાંડેસરાની રાણી સતી મીલમાં સવારે 6 વાગ્યે કરંટ લાગવાની ઘટનામાં 28 વર્ષના એક યુવાનનું મોત નિપજ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિનેશ મોહનલાલ મોર્ય યુુપીનો રહેવાસી હતો, જે કામકાજ અર્થે સુરતમમાં આવ્યો હતો. મીલમાં વહેલી સવારે છ વાગ્યે કરંટ લાગતા તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના પરીવારમાં એક પત્ની અને તેના બે બાળકો હતા, જે પિતા વિહોણા બન્યા હતા. યુવાન પોતે ઘરમાં એક કમાનાર વ્યક્તિ હતો. યુવકની મોત સાથે ઘરનો આધાર સ્તંભ પણ ભાંગી પડ્યો