EPFOના 6 કરોડ Subscribers માટે જરૂરી સમાચાર છે. સંગઠને એક નિયમમાં ફેરફાર કર્યો છે, જેથી નોકરિયાત વર્ગને મુશ્કેલી થઇ શકે છે. હકીકતમાં સંગઠને PF ખાતાના Universal account number (UAN)ને આધાર કાર્ડ સાથે લિંક ફરજિયાત કરી દીધું છે. તેના માટે EPFOએ Social Security code 2020ના સેક્શન 142માં ફેરફાર કર્યા છે. તેનાથી Electronic Challan cum Return (ECR) ફાઇલિંગ પ્રોટોકોલ બદલી ગયો છે.
EPFOએ તેની ટ્વીટમાં જણાવ્યું કે Employer 1લી જૂન 2021 પછી એ જ કર્મચારીનું ECR ફાઇલ કર શકશે, જેનું UANથી આધાર લિંક હશે. જેમનું આધાર અપટેટ નથી, તેમનું ECR અલગથી ભરવામાં આવશે. તેઓ બાદમા કર્મચારીનું UAN આધાર સાથે લિંક કરી શકે છે. પરંતુ તમામને તેને લિંક કરાવવાનું રહેશે.
જો તમારા અકાઉન્ટથી આધાર લિંક નથી, તો EPFO કર્મચારી ખાતામાં કંપની તરફથી આવતા યોગદાનને રોકી શકે છે. આ ત્યારે જ શરૂ થશે, જ્યારે તમારુ PF અકાઉન્ટ આધાર સાથે લિંક હશે. તેથી જો તમે PF અકાઉન્ટમાં આધાર નંબર નથી આપ્યું છે, તો આ કામ જલદી કરી લો.
લિંક કરવાની રીત
- PF અકાઉન્ટમાં આધાર સાથે લિંક કરવા માટે epfindia.gov.in પર જાવો.
- પછી ઓનલાઇન સર્વિસમાં ઈ-કેવાઇસી પોર્ટલ પર ક્લિક કરો
- હવે આધાર નંબર દાખલ કરો. પછી મોબાઇલ નંબર આપો. પછી ઓટીપી આવશે.
- ફરી એકવાર આધાર નંબર આપવાનું રહેશે. હવે ઓટીપી વેરિફિકેશન લખેલુ આવશે, તેને ક્લિક કરી દો.
- ત્રણ વખત ઓટીપી, આધાર નંબર અને મોબાઇલ ફોનનો નંબર દાખલ કર્યા પછી તમારા પીએફ અકાઉન્ટથી આધાર લિંક થઇ જશે.