કોરોનાકાળના આ મુશ્કેલીના સમયમાં કર્મચારીઓને રાહત આપવાના ઉદ્દેશથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ મોટી પહેલ કરી છે. આ અંતર્ગત સબ્સક્રાબર્સને પૈસાની જરૂરિયાત પડવા પર તેઓ પોતાના પીએફ એકાઉન્ટ (PF Account) માં 3 મહીનાની જમા રકમને એડવાન્સમાં નીકાળી શકે છે. ગઇ વખતે પણ સરકારે ઇપીએફ સબ્સક્રાઇબર્સને એડવાન્સ લેવાની સુવિધા આપી હતી.
ઇપીએફઓ તરફથી પીએફ કર્મચારીઓને બીજી વાર નોન-રિફન્ડેબલ કોવિડ એડવાન્સ પેમેન્ટની સુવિધા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત વ્યક્તિ પીએફ એકાઉન્ટમાં જમા રકમના 75 ટકા અથવા તો ત્રણ મહીનાની સેલરી (બેસિક અને ડીએ) ના બરાબર રકમમાં જે ઓછી હોય તેના સમાન રકમનો ઉપાડ કરી શકો છો. આવા ગાળામાં શ્રમ મંત્રાલયએ આજે એક રિલીઝ જારી કરેલ છે.
એડવાન્સ પેમેન્ટ ચૂકવણીની સુવિધા આપવાનો ઉદ્દેશ કોરોના મહામારી અને તેનાથી થનારી સમસ્યાથી બચવાનો છે. કોરોનાને ધ્યાને રાખતા જે લોકોનું કામકાજ પ્રભાવિત થયું છે, તેની સાથે ખર્ચાઓમાં પણ વૃદ્ધિ થઇ છે. તેની સામે ઝઝૂમવામાં પૈસાની સમસ્યા ન થાય તેને ધ્યાને રાખતા સરકારએ પીએફ કર્મચારીઓને એડવાન્સ રકમ નીકાળવાની સુવિધા આપી છે.
કોરોના એડવાન્સનો લાભ ગયા વર્ષે પણ આપવામાં આવ્યો હતો. તેનો વધારે ઉપયોગ એવાં સભ્યોએ કર્યો કે, જેનું માસિક વેતન 15 હજાર રૂપિયાથી ઓછું હતું. અત્યાર સુધી લગભગ 76.31 લાખ કર્મચારીઓએ કોરોના નોન રિફન્ડેબલ એડવાન્સ લીધું છે. તેઓએ એડવાન્સ તરીકે 18,698.15 કરોડ રૂપિયા નીકાળ્યાં છે.
મહામારી દરમ્યાન પૈસા નીકાળવાની પ્રક્રિયામાં વધારે સમય ના લાગે, એ માટે EPFO વધારે કોશિશ કરી રહેલ છે. સભ્યોના ક્લેમની પતાવટને તેજ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેનાથી અરજીના 3 જ દિવસમાં પૈસા વ્યક્તિના એકાઉન્ટ સુધી પહોંચી શકાય.