કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-Kisan Scheme) નો 8 મો હપ્તો થોડાંક દિવસ પહેલાં જ દેશના 9.5 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા નાખી દીધા છે. નાના અને સીમાંત ખેડૂતોની આર્થિક મદદ માટે શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દર 4 મહીનામાં 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાયતા ડાયરેક્ટ તેમના બેંક ખાતાઓમાં આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 8 હપ્તાઓ મોકલવામાં આવી ચૂક્યાં છે. કેટલાંક ખેડૂતોને હજુ સુધી આ યોજનાનો ફાયદો નથી મળ્યો. આવાં ખેડૂતો એક સાથે બે હપ્તાઓનો ફાયદો પણ ડાયરેક્ટ લઇ શકે છે.
એક સાથે બે હપ્તાનો લાભ કેવી રીતે લઇ શકશો?
પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત હજુ પણ અનેક એવાં ખેડૂતો છે કે જેમના ખાતામાં એક પણ હપ્તાના પૈસા નથી પહોંચ્યાં. અનેક ખેડૂતો એવાં પણ છે કે જેમણે અત્યાર સુધી આ યોજના હેઠળ પોતાની નોંધણી કરાવી નથી. જો તમે પણ આ યોજના માટેના બધાં જ ધોરણોને પૂર્ણ કરો છો અને જો અત્યાર સુધી રજિસ્ટ્રેશન પણ નથી કરાવ્યું તો તમે 30 જૂન 2021 સુધીમાં નોંધણી કરાવીને તમે તેનો લાભ મેળવી શકો છો. જો તમે 30 જૂન પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લો છો તો એપ્રિલ-જુલાઈ 2021 ના હપ્તા જુલાઈમાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે. આ સાથે જ, ઓગસ્ટ 2021 ના હપ્તા પણ એકાઉન્ટમાં આવી જશે એટલે કે તમે એક સાથે 2 હપ્તાનો લાભ મેળવી શકો છો.
મળશે પીએમ-કિસાનનો ફાયદો
પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત માત્ર એવાં જ ખેડૂતોને ફાયદો મળે છે કે જેની પાસે 2 હેક્ટર એટલે કે, 5 એકર કૃષિ યોગ્ય ભૂમિ (Agriculture Land) હોય. સરળ શબ્દોમાં સમજીએ તો જો તમારી પાસે 2 હેક્ટરથી વધારે ખેતી છે તો તમને આ યોજનાનો ફાયદો નહીં મળે. હવે સરકારે હોલ્ડિંગ મર્યાદાની સીમા ખતમ કરી દીધી છે. ખેતી યોગ્ય જમીન જેના નામ પર છે, પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો પણ એવાંને જ મળે છે. જો કોઇ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તો તેને પીએમ કિસાન સમ્માન નિધિથી બહાર રાખવામાં આવેલ છે. તેમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટને આ યોજનાથી બહાર રાખવામાં આવેલ છે.