પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકામાં શોધી કાઢવામાં આવ્યો છે. ત્યાંની પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને હવે ડોમિનિકા એડમિનિસ્ટ્રેશનનો પણ એન્ટિગુઆ પોલીસ વતી સંપર્ક કરવામાં આવ્યો છે. ચોક્સી છેલ્લાં કેટલાંક દિવસોથી એન્ટિગુઆથી ગાયબ હતો. એવું કહેવામાં આવતું હતું કે તેણે પોતાનું સ્થાન બદલી નાખ્યું છે. પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને પકડી લીધો છે અને ટૂંક સમયમાં તેને એન્ટીગુઆ પોલીસને સોંપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે, પંજાબ નેશનલ બેંક ગોટાળાનો આરોપી અને ભાગેડુ જાહેર થયેલો મેહુલ ચોક્સી ભેદી સંજોગોમાં લાપતા થયો હતો. મેહુલ ચોકસી ક્યૂબા ભાગી ગયાની આશંકા પણ સેવાઇ રહી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મેહુલ ચોક્સી ગાયબ થયાનો દાવો કર્યો હતો.
મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથેના બાર હજાર કરોડના ઠગાઇના કેસમાં આરોપી છે. આ ઠગાઇ કેસનો આરોપી મેહુલ ચોક્સીએ ભારતથી ભાગીને કેરેબિયન ટાપુ એટીંગુઆમાં શરણ લીધુ હતું. સોમવારે જ પીએમ નરેન્દ્ર મોદીએ એટીંગુઆના પીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન જ મેહુલ ચોક્સી ભેદી સંજોગોમાં એટીંગુઆથી ગાયબ થયો હતો.