આ વાયરસ શરીરના અનેક અંગોને પણ નુકશાન પહોંચાડે છે. એવામાં જો તમે તાજેતરમાં જ કોરોના વાયરસ સંક્રમણમાંથી રિકવર થયા છો તો તમારે અમુક ટેસ્ટ કરાવવા જરૂરી છે. જેથી ખબર પડી શકે છે વાયરસે તમારા શરીરને કેટલું નુકશાન કર્યું છે.
1. હાર્ટ ઇમેજિંગ, કાર્ડિયાક સ્ક્રીનિંગ:
કોરોના વાયરસ ઇન્ફેક્શનને કારણે શરીરમાં અત્યંત વધુ ઇન્ફ્લેમેશન થાય છે જેને કારણે હૃદયની માંસપેશીયો નબળી પડી જાય છે અને તેને નુકશાન થાય છે. આ ઉપરાંત કોરોનથી સાજા થયેલ અનેક દર્દીઓમાં હાર્ટબીટ અસામાન્ય રહેવાની તકલીફો પણ જોવા મળે છે. એટલે કોરોનાથી રિકવર થયા બાદ કાર્ડિયાક સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે.
2. ચેસ્ટ સીટી સ્કેન:
કોરોના વાયરસનું સંક્રમણ કોઈપણ દર્દીઓ પણ કેટલું છે તે તપાસવા આતે ચેસ્ટ સીટી સ્કેન ઘણું મદદ કરે છે. એવામાં દર્દીની રિકવરી કેવી થઇ રહી છે તે ચેસ્ટ સીટી સ્કેન અને લંગ ફંક્શન ટેસ્ટ મદદ કરી શકે છે.
3. ન્યુરો ફંક્શન ટેસ્ટ:
કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ અનેક દર્દીઓએ અનેક સપ્તાહ સુધી અને મહિનાઓ સુધી ન્યુરોલોજીકલ અને સાઈકોલોજિકલ લક્ષણો જોવા મળે છે. જેને કારણે સંક્રમણ માંથી બહાર આવ્યા બાદ બ્રેઈન અને ન્યુરોલોજીકલ ફંક્શન ટેસ્ટ કરવા જરૂરી છે જેથી દર્દીના ફ્રેઈન ફોગ, એન્જાઇટી, વધુ પડતો થાક લાગવો અને ચક્કર આવવા જેવા લક્ષણોની તપાસ કરી શકાય.
4. ગ્લુકોઝ ટેસ્ટ:
કેટલાંક અભ્યાસોમાં એ વાત પણ સામે આવી છે કે કોરોના વાયરસ સંક્રમણ એ દર્દીઓને પણ ડાયાબિટીસના દર્દી બનાવી રહ્યું છે કે જેમને સંક્રમણ પહેલા ડાયાબિટીસની કોઈ સમસ્યા ન હતી. એ જ કારણ છે કે કોરોના વાયરસ માંથી મુક્ત થયા બાદ ગ્લુકોઝ ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોરોના સંક્રમણ વાળા દર્દીઓમાં બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કરતા વધુ કે ઓછું હોઈ શકે છે.
5. એન્ટિબોડી ટેસ્ટ:
કોરોના સંક્રમણ સામે લડ્યા બાદ શરીરમાં એન્ટિબોડીઝ બને છે જે ભવિષ્યના ઇન્ફેક્શન સામે રક્ષણ માટે મદદ કરે છે, એટલે રિકવર થયા બાદ એન્ટિબોડી ટેસ્ટ જરૂરી કરવો જેથી ખ્યાલ આવે કે તમારું ઇમ્યુન પ્રોટેક્શન લેવલ કેટલું છે. રિકવર ઠહયા બાદ એક અથવા બે સપ્તાહ બાદ આ ટેસ્ટ કરવો અને જો તમે પ્લાઝ્મા ડોનેટ કરવા અંગે વિચારી રહ્યા હોવ તો પણ આ ટેસ્ટ કરાવવો ખુબ જ જરૂરી છે.