ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલે વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુઍફ)ની નવીનતમ રેન્કિંગમાં ક્રમશ 5મા અને 8માં સ્થાને યથાવત છે. મહિલા સિંગલ્સમાં મુગ્ધા અગ્રે 6 અને રિતુપર્ણા દાસ ઍક ક્રમના ફાયદા સાથે ક્રમશઃ 62 અને 65માં સ્થાને છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત અને સમીર વર્મા મંગળવારે જારી થયેલા રેન્કિંગમાં અનુક્રમે 10 અને 13માં ક્રમે યથાવત છે.
ગત અઠવાડિયે જાપાન ઓપન સેમી ફાઇનલમાં વિશ્વના નંબર વન ખેલાડી કેન્ટો મોમોટા વિરુદ્ધ હારી ગયેલા બી સાઇ પ્રણીત ૪ ક્રમના ફાયદા સાથે 20માં ક્રમે પહોંચી ગયો છે. આ સિવાય ઍચઍસ પ્રણોય 31માં પારુપલ્લી કશ્યપ 41માં, સૌરભ વર્મા 44માં ક્રમે પહોંચ્યા છે. આ સિવાય અજય જયરામ 67માં અને લક્ષ્ય સેન 69માં ક્રમે છે.