મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પોતાના નિર્દેશોની કેટલીક જોગવાઇઓનું ઉલ્લંઘન કરવાના આરોપમાં એક્સિસ બેન્કને 5 કરોડ રૂપિયાનોં દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેન્કે મંગળવારે આની માહિતી આપી છે.
RBI) દ્વારા જારી કરાયેલા નિર્દેશોની કેટલીક જોગવાઇઓ ઉલ્લંઘન / પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. તેમાં કોર્પોરેટ ગ્રાહકોના રૂપમાં પ્રમોટર બેન્કો અને એસસીબી / યુસીબીની વચ્ચે પેમેન્ટ સિસ્ટમના નિયંત્રણને મજબૂત કરશે. બેન્કોમાં સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય રિઝર્વ બેન્ક ( બેન્ક દ્વારા પુરી પાડવામાં આવતી નાણાકીય સેવાઓ) નિર્દેશ – 2016 શામેલ છે.
તેમાં નાણાકીય સમાવેશન – બેન્કિંગ સુવિધા – પ્રાથમિક બચત બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ અને ફ્રોડ ક્લાસિફિકેશન તેમજ રિપોર્ટિંગ પણ શામેલ છે. રિઝર્વ બેન્કે કહ્યુ કે, બેન્કના પર્યવેક્ષી મૂલ્યાંકનની માટે ફોરેન્સિક ઇન્સ્પેક્શન 31 માર્ચ 2017, (આઇએસઇ 2017), 31 માર્ચ 2018, (ISE 2018), અને 31 માર્ચ 2019 (ISE 2019)ની નાણાકીય સ્થિતિને ળઇને કરાયું હતુ. આઇએસઇ 2017, આઇએસઇ 2018 અને આઇએસઇ 2019થી જોડાયેલા જોખમ મૂલ્યાંકન રિપોર્ટની તપાસમાં નિયમોનું ઉલ્લંઘ કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.