RBI એ બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેકને કૂલ 6 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. આ બેંકો ઉપર માનદંડોનું ઉલ્લંઘન કરવાના આરોપસર દંડ ફટકારવામાં આવ્યો છે તેમાંથી એક ઉલ્લંઘન છેતરપીંડિના વર્ગીકરણ અને તેની સુચના આપવાના નિયમ સંબંધિત છે. બેંક ઓફ ઇન્ડિયા પર ચાર કરોડ રૂપિયાનો દંડ તથા પંજાબ નેશનલ બેન્કને બે કરોડ રૂપિયાનો દંડ કરાયો છે.
રિઝર્વ બેન્કે એક નિવેદનમા કહ્યુ છે કે બેન્ક ઓફ ઇન્ડિયાના એલએસઇની માટે ફોરેન્સિક ઓડિટ 31 માર્ચ 2019ના રોજ કરાયો હતો. બેન્કે એક ખાતામાં છેતરપીંડિની જાણકારી મેળવવા માટે એક સમીક્ષા કરી અને એફએમઆર સોંપી.
રિઝર્વ બેન્કે કહ્યુ કે, જોખમ મૂલ્યાંકન રિપોર્ટની તપાસથી જાણવા મળ્યુ છે કે, આ કેસોમાં માનદંડોનું પાલન કરાયુ નથી. બંને કેસોમાં સરકારી બેન્કોના કારણ દર્શક નોટિસ મોકલાઇ છે.