રિઝર્વ બેન્ક સામાન્ય લોકો માટે પૈસાની લેવડ દેવડ સુરક્ષિત કરવા માંગે છે. આ માટે RBI બધાને આ SMS મોકલી રહી છે. આ SMSમાં પૈસાની લેવડદેવડ અને રિઝર્વ બેન્ક સાથે સંકળાયેલી અગત્યની જાણકારી છે. જો તમે તેના પર ધ્યાન નહિ આપો તો તમને આ ભૂલ ભારે પડી શકે છે.
રિઝર્વ બેન્કે ‘RBI બોલ રહા હૈ’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત રિઝર્વ બેન્ક એ વાત નિશ્ચિત કરે છે કે રિઝર્વ બેન્કના નામે સામાન્ય લોકો સાથે છેતરપિંડી ન થાય.આ અભિયાન અંતર્ગત RBI ઓનલાઈન સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરવાની અને નાણાંકીય લેવડદેવડ દરમિયાન થનારી છેતરપિંડીથી બચવા માટે આ જાણકારી આપી રહી છે. આ માટે RBIએ બધાને SMS મોકલવાના શરૂ કરી દીધા છે.
SMS મોકલવા સાથે RBIએ એક ટેલિફોન નંબર પણ રીલીઝ કર્યો છે. આ નંબર પર મિસ્ડ કૉલ આપીને તમે નાણાંકીય લેવડદેવડ અને રિઝર્વ બેન્કના નામે થતી છેતરપિંડી અંગે વધુ જાણકારી મેળવી શકો છો.જો તમે આ અંગે વધારે માહિતી મેળવવા માંગતા હોવ તો તમે 8691960000 પર મિસ્ડ કોલ આપી શકો છો. અહીંથી તમને રિઝર્વ બેન્કના નામે થતી છેતરપિંડી અંગે જાણકારી આપવામાં આવશે.
આવામાં સાવધાની રાખો કે તમને રિઝર્વ બેન્ક તરફથી આવો કોઈ SMS આવે તો તેના પર અવશ્ય ધ્યાન આપો જેથી ભવિષ્યમાં તમે કોઈપણ છેતરપિંડીનો શિકાર ન થઇ જાઓ