આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જે વાત-વાત પર ગાળો બોલતા હોય છે. અપશબ્દો બોલવાવાળા લોકોને આપણે હંમેશા ખરાબ સમજતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગાળો બોલવાથી તમારો મગજ સ્વસ્થ રહે છે. અમે આજે તમને કેટલીક એવી વાતો વિશે જણાવીશુ જે અપશબ્દો તથા સ્વાસ્થ્યથી સંબંધ ધરાવે છે.જો તમારું મન ન હોય તો પણ મોઢામાંથી ગાળ નીકળે છે અને તમને તેનાથી ક્ષોભ પણ નથી અનુભવતા તો તેનો અર્થ એ છે કે તમારું મગજ ઘણા પ્રકારના ફ્રસ્ટ્રેશનને દૂર કરી દે છે. આપણે અનેક ભૂલો અજાણતાથી કરતા હોઈએ છીએ. જ્યારે આપણે નાનપણમાં ભૂલથી કોઈને અપશબ્દો આપતા હતા ત્યારે, માતા પિતા આપણી બરોબરની ધોલાઈ કરતા હતા. ત્યારે તે સમયે કોઈને સાલા અથાવ બે બોલવું પણ ગાળની બરોબર હતું. આજે સમય બદલાયો છે. અને આપણે વિવિધ પ્રકારની અનોખી ખરાબ શબ્દોનો ખુલ્લેઆમ વપરાશ કરીએ છીએ. એટલે સુધી આપણે ગાળો બોલીએ છીએ કે ઘણી વખત ખુશ હોઈએ કે તો આપણે આપણી ખુશી વ્યક્ત કરવાના સમયે પણ પોતાના મિત્રોને અપશબ્દો બોલીએ છીએ.
ઘણીવાર આપણે આપણા મિત્રોની સામે પણ અપશબ્દો બોલતા હોઈએ છીએ. તેનાથી તમારા મિત્રો નારાજ પણ થઇ જાય છે. આપણે અવારનવાર જોઈએ છીએ કે ગાળો બોલ્યા બાદ આપણને શાંતિનો અનુભવ થાય છે. આપણે ઘણું જ રિલેક્સ ફીલ કરીયે છીએ. એમ લાગતું હોય છે કે મન પરનો ભાર હળવો થઇ ગયો હોય. આ સિવાય ઘણી વખત ગુસ્સામાં અપશબ્દો બોલીએ છીએ. હવે વિજ્ઞાને પણ એ સાબિત કરી દીધું છે કે અપશબ્દો આપીને આપણે મહંદઅંશે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણું મન પ્રફુલ્લિત રહે છે. કીન યુનિવર્સીટીમાં એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે ગાળ બોલવાથી આપણ હ્રદયને શાંતિ પ્રાપ્ત થાય છે. અને સુખનો અનુભવ થાય છે.એક અભ્યાસ અનુસાર અપશબ્દો આપવાથી આપણે આપણી સમસ્યાને સામે લડવાની ક્ષમતા વધે છે. યુનિવર્સીટીના કેટલાક વિદ્યાર્થીઓને ગાળો આપવા પર રિસર્ચ કરી છે, જેમાં વિદ્યાર્થીઓના હાથોને અત્યંત ઠંડા પાણીમા રાખવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ આ પ્રશિક્ષણ દરમ્યાન અપશબ્દો બોલતા હતા તેઓ વધઆરે સમય પોતાનો હાથ પાણીમાં રાખી શકવામાં સફળ રહ્યા, બીજી તરફ જે જે વિદ્યાર્થીઓ આ પ્રશિક્ષણ દરમ્યાન ગાળો નહોતા બોલી શક્યા તેમણે થોડાક સમયમાં પોતોના હાથોનો પાણીમાંથી બહાર કાઢી લીધા હતા.