‘કરન્ટ બાયોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, આપણું શરીર બપોર પછી અને વહેલી સવારે 10% વધારે કેલરી બર્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તમારું શરીર આપમેળે જ તમારી કેલરી બર્ન કરવામાં લાગી જાય છે. કેલરી બર્ન કરવાનું કામ શરીરની સર્કેડિયન રિધમ આપણી ઈન્ટર્નલ ક્લોકને લીધે થાય છે. આ જ ક્લોક આપણને ભૂખ અને ઊંઘ વિશે જણાવે છે. આ ક્લોક ક્યારે તમારા શરીરની કેલરી બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરી લે છે. ઈન્ટર્નલ ક્લોક અને કેલરી બર્ન વચ્ચેનું કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું હતું. તેમાં મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરવા માટે સર્કેડિયન રિધમની ભૂમિકા સમજવામાં આવી હતી. તેના માટે 7 વોલન્ટિયર્સ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમની પાસે કોઈ ઘડિયાળ કે ફોન પણ નહોતા. તેમને ટાઈમ ટુ ટાઈમ જમવા માટે સૂવા માટે અને જાગવા માટે આદેશ આપવામાં આવતા હતા. તે દરમિયાન વોલન્ટિયર્સની સ્લીપ સાયકલ અને મેટોબોલિઝમનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે મોડી રાતે તેમણે ખૂબ ઓછી કેલરી બર્ન કરી જ્યારે સાંજે અને સવારે તેમણે સૌથી વધુ કેલરી બર્ન કરી હતી.
