ભારતની સૌથી મોટા ખાનગી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેનો નાણાંકીય વર્ષ 2020-21નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન પણ કંપનીએ તંદુરસ્ત વૃદ્ધિદર જાળવી રાખ્યો છે અને મોટા પ્રમાણમાં નવા ફ્રેશર્સની ભરતી કરી હોવાનું જણાવ્યુ છે. કંપનીની નાણાંકીય સદ્ધરતા મહામારી દરમિયાન પણ મજબૂત હોવાનું જણાવ્યુ છે.
વાર્ષિક અહેવાલ અનુસાર, કંપનીએ નાણાંકીય વર્ષ 2020-21 માં પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારે ( 5,39,238 કરોડ રૂપિયા) નો એકીકૃત ધંધો કર્યો. આ સાથે કંપનીનું કુલ મૂલ્ય 5.87 લાખ કરોડ રૂપિયાથી વધારે (5,87,999 કરોડ રૂપિયા) રહ્યાં. આ સિવાય કંપનીએ આ નાણાંકીય વર્ષમાં 53,739 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભની કમાણી કરી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયો, ખુદરા અને તેલ-રસાયણ વ્યવસાયોની વૃદ્ધિ યોજનાઓને સમર્થન આપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ખાતાવહી એકાઉન્ટ્સ વધારે રકમ સાથે હવે મજબૂતીની સ્થિતિમાં છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે, તેઓએ નાણાંકીય વર્ષ 2020-21 માં 75,000 થી વધારે નોકરીઓ ઊભી કરી છે. કોવિડ-19 મહામારીના કારણે પેદા થયેલા અવરોધો હોવા છતાં 50,000 થી વધારે ફ્રેશર્સને કામ પર રાખ્યાં છે.
કંપનીએ જણાવ્યું કે, ‘રિલાયન્સ ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રની એમ્પ્લોયર કંપની છે. તેના 2,30,000 થી વધારે કર્મચારી જુદી-જુદી વિભિન્ન શાખાઓમાં કામ કરી રહેલ છે. કંપનીએ જણાવ્યું કે, ‘રિલાયન્સ રિટેઇલ નોકરી પ્રદાન કરનારી સૌથી મોટી કંપની રહી છે, જેમાં 65,000 થી વધારે કર્મચારી કાર્યરત છે.’
કંપનીએ એક વર્ષમાં 50 હજારની નજીક ફ્રેશરને રોજગાર આપ્યો છે. કંપનીએ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2020-21 માં તેનો શુદ્ધ લાભ 34.8 ટકા વધીને 53,739 કરોડ રૂપિયા રહ્યાં છે. જો કે, આ દરમ્યાન તેનું ટર્નઓવર 18.3 ટકા ઘટીને 5.39 લાખ કરોડ થઇ ગયું.