દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો ને એક નોટિસ મોકલી છે. બેંકે જણાવ્યું છે કે જો તમે આ કામ નિયત સમય સુધી નહીં કરો તો તમારી બેન્કિંગ સુવિધા બંધ થઇ શકે છે. SBI એ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આ વાત કરી છે. બેંકના ખાતાધારકોને કહ્યું છે કે બને એટલા જલ્દી PAN-આધાર કાર્ડને 30 સપ્ટેમ્બર સુધી લિંક કરી દો.
સાથે જ SBIએ કહ્યું છે કે જો આધાર અને PAN કાર્ડ એક સાથે લિંક ન કર્યું તો પિન નંબર નિષ્ક્રિય થઇ જશે. એટલે બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે પોતાના ખાતાને નિર્વિઘ્ન ચલાવવા માટે આધાર અને PAN કાર્ડ અચૂક લિંક કરાવી દો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પણ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું તમામ માટે અનિવાર્ય છે. તેના માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નિયત કરવામાં આવી છે.
જો તમે 30 સપ્ટેમબર સુધી KYC નથી કરાવતા તો શું થશે. SBIનું કહેવું છે કે KYC વગરના તમારા બેન્ક એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે તો તમારા બેંક અકાઉન્ટમાં જમા રૂપિયા ફ્રીઝ થઇ જશે. તમે તે પૈસા ઉપાડી નહીં શકો. સાથે જ તમને કોઈપણ સરકારી યોજનાનો લાભ નહીં મળે અને કોઈપણ પ્રકારની સબસીડી પણ નહીં મળે.
SBI એ કહ્યું છે કે જો તમારા બેંક અકાઉન્ટ સાથે તમે PAN અને આધાર કાર્ડ લિંક છે તો તમારે ફરીથી ફરીથી લિંક કરાવવાની જરૂર નથી. સરકારે પહેલી વખત જુલાઈ 2017માં પાન અને આધાર લિંક કરવા માટે ડેડલાઈન નક્કી કરી હતી. પરંતુ ત્યારથી અત્યાર સુધી સરકાર અનેકવાર આ ડેડલાઈન વધારતી આવી છે.
જણાવી દઈએ કે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડમાં PAN કાર્ડ હોવું અનિવાર્ય છે. તમે બેંક એકાઉન્ટ ખોલાવો, ડિમેટ એકાઉન્ટ ખોલાવો, કોઈ પ્રોપર્ટી ખરીદો છો કે કોઈપણ પ્રકારના કામ કરો છો તો તમારી પાસે PAN હોવું જરૂરી છે.