SBIની ડિજિટલ બેન્કિંગ સેવાઓ 16 અને 17 જુલાઇના રોજ બંધ રહેવાની છે. આગામી બે દિવસ માટે SBIની બેન્કની ડિજિટલ બેન્કિંગ સર્વિસ 150 મિનિટ માટે પ્રભાવિત રહેશે. તેનું કારણ બેન્કના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મના અપગ્રેડેશનું પ્રસ્તાવિત કાર્ય છે. અલબત્ત બેન્કનિ ડિજિટલ બેન્કિંગ રાતે પ્રભાવિત થવાની છે. SBI એ ટ્વિટ મારફતે પોતાના ગ્રાહકોને આ માહિતી આપી છે.
બેન્કે ટ્વિટમાં લખ્યુ કે, અમે મેઇન્ટેનન્સ સંબંધિત કામગીરી 16 અને 17 જુલાઇના રોજ રાત્રે 10.45થી 1.15 વાગ્યા સુધી કરીશું. આ દરમિયાન ઇન્ટરનેટ બેન્કિં, યોનો, યોનો લાઇટ, યુપીઆઇ સર્વિસ ઉપલબ્ધ થશે નહીં. અમે ગ્રાહકોને થનાર મુશ્કેલી બદલ દિલગીર છીએ અને તમારા સહયોગની અપેક્ષા છે.
SBI ઘણી વખત પોતાના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મને અપડેટ કરતી રહે છે. તેના લીધે તેની ડિજિટલ બેન્કિંગ સેવાઓ કેટલાંક કલાકો માટે બંધ થઇ જાય છે. SBIની દેશમાં 22,000થી વધારે બ્રાન્ચો અને 57,889 એટીએમ છે. 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિ અનુસાર SBIનું ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ ઉફયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 8.5 કરોડ અને 1.9 કરોડ છે. તો બેન્કના યુપીઆઇનો ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડ છે.