બેન્કિંગ સેક્ટરમાં ટેકનોલોજી અને ઓનલાઇન પેમેન્ટનો વ્યાપ વધવાની સાથે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ અનેક ગણી વધી ગઇ છે. SBI તેના ગ્રાહકોને આવા ઓનલાઇન ફ્રોડ અંગે ચેતવણી આપતી રહી છે.
SBI એ ફરી તેના કસ્ટમરોને સાવધાની રહેવા જણાવ્યુ છે. . SBIએ પોતાની ટ્વીટમાં ગ્રાહકોને સાવચેત કરતાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે, અને તે દેશભરમાં ફેલાઇ ગયો છે. કોઇપણ કેવાયસી અપડેટ લિંક પર ક્લિક ન કરો.
SBIએ ટ્વીટમાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે. તે દેશભરમાં ફેલાયો છે. છેતરપિંડી કરનારા તમારી પર્સનલ ડિટેલ્સ પ્રાપ્ત કરવા માટે બેંક/કંપનીના પ્રતિનિધિ બનીને તમને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. આવા સાયબર ક્રાઇમનો રિપોર્ટ http://cybercrime.gov.in પર કરો.
સુરક્ષિત રહેવા શું કરવુ…
ગ્રાહકો સાથે કેવાયસી અપડેટ ફ્રોડ થાય, તેનાથી બચવા માટે SBIએ સેફ્ટી ટિપ્સ જણાવી છે. સેફ્ટી ટિપ્સમાં બેંકે કહ્યું કે કોઇપણ અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલા વિચારજો.
બેંક કોઇ ગ્રાહકને કેવાયસી અપડેટ માટે ક્યારેય કોઇ મેસેજ નથી કરતી
તમારો મોબાઇલ નંબર અને કંફિડેંશિયલ ડેટા કોઇની સાથે શેર ન કરો
સરકારે પણ કેવાયસી ફ્રોડને લઇને ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેવાયસી/ રિમોટ એક્સેસ એપ ફ્રોડથી સાવધાન રહે. આજકાલ ફ્રોડ કરનાર કૉલ કે એસએમએસ કરીને લોકોને કેવાયસી કરાવવાનું કહે છે. આ રીતે તે લોકો પાસેથી તેમની પર્સનલ ડિટેલ્સ મેળવીને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યાં છે.