જો તમે બચત ખાતાથી મોટી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને તેના શ્રેષ્ટ વિકલ્પ વિશે જણાવીશુ. જો તમે સેવિંગ એકાઉન્ટ ઓપન કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે ક્યાં સૌથી વધારે વ્યાજ મળે છે SBI કે પોસ્ટ ઓફિસ. આવશ્યક લઘુત્તમ બેલેન્સની રકમ અને તેના નિયમો ક્યા ક્યા છે. ચાલો જાણીયે ક્યાં સૌથી વધારે ફાયદો મળશે…
ક્યાં કેટલુ વ્યાજ મળશે…
SBI કે અન્ય બેન્કમાં સેવિંગ એકાઉન્ટમાં 2.70 ટકાના દરે વ્યાજ મળે છે, તો પોસ્ટ ઓફિસના ખાતમાં 4 ટકાના દરે વ્યાજ મળે છે.
જાણાં ફાયદાઓ…
બેન્કની સાથે સેવિંગ એકાઉન્ટ ખોલાવશો તો એટીએમ કાર્ડ 10પાનાની ચેકબુક અને પાસબુક મળે છે. તમે મોબાઇલ બેન્કિંગ, એસએમએસ અને ઇન્ટરનેટ બેન્કિંગનો લાભ મેળવી શકો છે. બેન્કમાં ખાતુ ખોલાવતા સમયે લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવી જરૂરી છે. લઘુત્તમ બેલેન્સ નહીં હોય તો ચાર્જ ઘટશે. તો બીજી બાજુ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં સેવિંગ એકાઉન્ટ પર એટીએમ કાર્ડ, ચેકબુકની સુવિધા મળશે. તો ત્યાં 500 રૂપિયા લઘુત્તમ બેલેન્સ રાખવુ પડશે. જો બેલેન્સ ઓછું હશે તો 100 રૂપિયાની પેનલ્ટી લાગશે.