અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકા ગત વર્ષે યુએસ ઓપનમાં એકબીજાની સામે આવ્યા પછી હવે ડબલ્યુટીએ ટોરન્ટો ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાની સામે રમશે. યુએસ અને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ઓસાકાએ પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 7-6, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
વિશ્વની 10મી ક્રમાંકિત સેરેનાએ રશિયાની 48મી ક્રમાંકિત એકાતેરિના એલેક્ઝેન્ડ્રોવાને 7-5, 6-4થી હરાવી હતી. યુએસ ઓપનની ફાઇનલમાં ઓસાકાએ સેરેનાને 6-2, 6-4થી હરાવી હતી. ચેક પ્રજાસત્તાકની ત્રીજી ક્રમાંકિત કેરોલિના પ્લિસકોવાએ એસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને 6-3, 7-5થી હરાવી હતી અને હવે તેનો સામનો કેનેડાની બિયાન્કા આન્દ્રીસ્કૂ સામે થશે, જેણે નેધરલેન્ડની કિકી બર્ટેન્સને 6-1, 6-7, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.