ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સિંધુ 55 લાખ અમેરિકન ડોલરની કુલ કમાણી સાથે 13માં ક્રમે છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી કુલ 15 મહિલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સેરેના વિલિયમ્સ 29.2 મિલિયન ડોલરની કમાણી સાથે ટોચના સ્થાને છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીની આ યાદી અનુસાર સિંધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર મતલબ કે 38 કરોડ 86 લાખ 87 હજાર રૂપિયા જેટલી થાય છે. ફોર્બ્સે કહ્યું હતું કે ભારતીય માર્કેટમાં સિંધુ એકમાત્ર સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડી છે.
પહેલા ક્રમે બેઠેલી સેરેનાની કમાણી 29.2 મિલિયન ડોલર છે. જ્યારે બીજા ક્રમે બેઠેલા નાઓમી ઓસાકાની કમાણી 24 લાખ અમેરિકન ડોલર છે. આ યાદીમાં જેમની કમાણી 50 લાખ અમેરિકન ડોલર કે તેનાથી વધુ હોય તેનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 15 મહિલા ખેલાડીઓમાંથી 13 ટેનિસ ખેલાડી છે, જ્યારે માત્ર ત્રણ પીવી સિંધુ, એલેક્સ મોર્ગન અને એરિયા જુતાનુગર જ અલગ ક્ષેત્રની છે. સિંધુ બેડમિન્ટન, મોર્ગન અમેરિકાની ફૂટબોલ અને એરિયા થાઇલેન્ડની ગોલ્ફ ખેલાડી છે.
સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડીની ફોર્બ્સની યાદી
ક્રમ ખેલાડી રમત કમાણી (ડોલરમાં) રૂપિયા
1 સેરેના વિલિયમ્સ ટેનિસ 29.2 મિલિયન અંદાજે 207 કરોડ
2 નાઓમી ઓસાકા ટેનિસ 24.3 મિલિયન અંદાજે 172 કરોડ
3 એન્જેલિક કર્બર ટેનિસ 11.8 મિલિયન અંદાજે 83.5 કરોડ
4 સિમોના હાલેપ ટેનિસ 10.2 મિલિયન અંદાજે 72.2 કરોડ
5 સ્લોઅન સ્ટીફન્સ ટેનિસ 9.6 મિલિયન અંદાજે 67.9 કરોડ
6 કેરોલિના વોઝ્નીયાંકી ટેનિસ 7.5 મિલિયન અંદાજે 53.1 કરોડ
7 મારિયા શારાપોવા ટેનિસ 7.0 મિલિયન અંદાજે 49.5 કરોડ
8 કેરોલિના પ્લિસકોવા ટેનિસ 6.3 મિલિયન અંદાજે 44.6 કરોડ
9 એલિના સ્વીતોલિના ટેનિસ 6.1 મિલિયન અંદાજે 43.1 કરોડ
10 વિનસ વિલિયમ્સ ટેનિસ 5.9 મિલિયન અંદાજે 41.7 કરોડ
11 ગર્બાઇન મુગુરૂઝા ટેનિસ 5.9 મિલિયન અંદાજે 41.7 કરોડ
12 એલેક્સ મોર્ગન ફૂટબોલ 5.8 મિલિયન અંદાજે 41 કરોડ
13 પીવી સિંધુ બેડમિન્ટન 5.5 મિલિયન અંદાજે 38.9 કરોડ
14 મેડિસન કિઝ ટેનિસ 5.5 મિલિયન અંદાજે 38.9 કરોડ
15 આરીયા જુતાનુગર્ન ગોલ્ફ 5.3 મિલિયન અંદાજે 37.5 કરોડ