વોટ્સએપે જાસૂસી કરતાં સોફ્ટવેર સ્પાઈવેરથી સુરક્ષિત રહેવા માટે યુઝર્સને એપનું નવું વર્ઝન (2.19.139) તરત જ અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વોઇસ મિસ્ડકોલ દ્વારા સ્માર્ટફોનમાં એક સોફ્ટવેર ઓટોમેટિક ઈન્સ્ટોલ થઈ રહ્યું છે. તેનાથી ફોનમાં વાઇરસ અટેક અને ફોન ડેમેજ થવાનું જોખમ રહેલું છે. આ સ્પાઇવેર કહેવાતી રીતે ઈઝરાયેલની સાઇબર ઈન્ટેલિજન્સ કંપની NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.
વોટ્સએપે જણાવ્યું કે આ બગની જાણકારી મે મહિનાની શરૂઆતમાં મળી હતી. આ માટે એડ્વાન્સ્ડ સાઇબર એક્ટ જવાબદાર છે. તેમાં તે બધા હોલમાર્ક છે, જે કોઈ પ્રાઇવેટ કંપનીમાં હોય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સોફ્ટવેર દ્વારા ફોન હેક કરી શકાય ચે. યુઝર્સના ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, ચેટ અને કોલ ડિટેઇલ સાથે બેંક સંબંધિત માહિતી પણ ચોરી થવાનું જોખમ છે. આ સ્પાઇવેરનું સૌથી જોખમી પરિબળ એ છે કે હેકર સ્માર્ટફોનને સીધો પોતાના કન્ટ્રોલમાં લઈ શકે છે અને ફોનમાં રહેલી તમામ માહિતી એક્સેસ કરી શકે છે.
શું હોય છે સ્પાઇવેર?
સ્પાઇવેર એ સોફ્ટવેર કેટેગરીનો શબ્દ છે. તેનો ઉપયોગ કોઈ યુઝરનો પર્સનલ ડેટા ચોરવામાં અથવા હેક કરવામાં થાય છે. સ્પાઇવેરના ઘણાં સોફ્ટવેર હોય છે, જેનો ઉપયોગ છુપાઇને યુઝર્સના કોમ્પ્યૂટર, લેપટોપ અને ફોનમાં કરવામાં આવે છે. ડેટા ચોરી સાથે વાઇરસ મોકલીને ડિવાઇસ ક્રેશ પણ થઈ શકે છે. સ્પાઇવેરના ચાર પ્રકાર છે કિલોગર્સ, પાસવર્ડ સ્ટીલર, ઈન્ફોસ્ટીલર અને બેંકિંગ ટ્રોજન.
વોટ્સએપમાં નવાં ઈમોજી જોડવામાં આવ્યા
કંપનીએ એપ્લિકેશનના નવાં વર્ઝનમાં નવાં ઈમોજી જોડવાની સાથે 155 ઈમોજીની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. વોટ્સએપમાં યુઝરની મરજી સાથે ગ્રુપમાં જોડવાનું ફીચર પણ આવી ગયું છે.