કેન્દ્ર સરકાર દ્વારા Startups શરૂ કરવા માટે એક મોટી યોજના જાહેર કરવામાં આવી છે. જો કે આ Startups સ્કીમનો લાભ માત્ર વૃદ્ધ લોકોને જ મળશે. મંત્રાલયે વૃદ્ધો માટે કોઈ પણ કામ કરવા માટે 50 ટકા આર્થિક મદદ કરશે. આ મદદ લોન નહીં એક ઈક્વિટીના રૂપમાં આપવામાં આવશે. જેથી લોન વ્યાજ જેવો બોજો ન આવે, તે વેપારમાં શેરધારક હશે. જેના માટે મંત્રાલયે પોર્ટલ લોન્ચ કર્યુ છે. જેના પર અરજીઓ થઈ રહી છે. અરજી માટે કમિટી પણ બનાવી છે. જેના માટે સરકારે 100 કરોડની રાશિ આપી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતના જણાવ્યા અનુસાર સમિતીની ભલામણ પર વૃદ્ધોની દેખરેખ માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા પર 1 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. વર્ષ 2021-22માં આ યોજના અંતર્ગત 25 કરોડ ફાળવ્યા છે.
દેશમાં વૃદ્ધ લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલના સમયમાં દેશમાં કુલ વસ્તીમાં વૃદ્ધોની ભાગીદારી 2001થી 7.5 ટકાથી વધીને 2026 સુધીમાં 12.5 અને 2050માં 19.9 ટકાથી વધારે થવાની શક્યતા છે. તેને ધ્યાને રાખીને સરકારે આ યોજના અમલમાં મુકી છે.