દમણના ડાભેલ ના ચકચારી અજય માંજરા અને ધીરેન્દ્ર પટેલ મર્ડર કેસમાં ભાગતા ફરતા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલ અને સુનિલ ચંદીગઢમાં હોવાની બાતમી ના આધારે પોલીસ પંજાબના મોહાલી ખાતે પહોંચી હાથ આવી ગયેલા સુખા પટેલ ને પડકારતા સુખા પટેલ અને તેંમના સાથી એ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કરેલા ફાયરિંગ માં આરોપી સુખા પટેલના પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ છે જોકે, પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા આરોપીની ચંદીગઢની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ 1 એપ્રિલ 2018ના રોજ દમણના ડાભેલ વિસ્તારમાં અજય માંજરા અને તેમના સાથી ધીરેન્દ્ર પટેલ ની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
આ મર્ડર કેસમાં દમણ પોલીસે અગાઉ 10 જેટલા ઈસમો ની ધરપકડ કરી હતી અને તપાસ દરમ્યાન આ મર્ડર કેસ માં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલ નું નામ ખુલતા તેઓ ની પૂછતાછ માટે પોલીસ જ્યારે સુખા પટેલ નું નિવેદન લેવા ગઈ તો દમણ પોલીસને ચકમો આપી સુખા પટેલ ફરાર થઇ ગયા બાદ કોર્ટે ભાગેડું જાહેર કરાયા બાદ પોલીસ સુખા પટેલ ને શોધી રહી છે.
દમણ ડબલ મર્ડર કેસમાં આરોપી દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલ અને સુનિલને પકડવા માટે લોકેશન ટ્રેસ કરી દમણ પોલીસ સોમવારે મોહાલી પહોંચી હતી. દમણ પોલીસને જાણકારી મળી હતી કે, આરોપી સુખા અને સુનિલ ચંદીગઢના સેક્ટર 48 સીમાં મિત્રના ઘરે છુપાયેલા છે. દરમિયાન એરપોર્ટ રોડ પર આરોપીઓ આમને સામને આવી ગયા હતા. પોલીસની ટીમે આરોપીઓને ઓડી કારની સામે પોતાની કાર ઉભી કરી ઘેરી લીધા હતા અને પિસ્તોલ બતાવી આરોપીઓને કારમાંથી બહાર આવવા ચેતવણી આપી હતી. જોકે, થોડા સમયે બંનેમાંથી કોઈ બહાર આવ્યું હતું. બાદમાં એક આરોપી પોતાની હાથ ઉઠાવી બહાર આવ્યો હતો. જોકે, જોત જોતામાં જ આરોપીએ દમણ પોલીસના જવાન પાસેથી પિસ્તોલ લેવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા બીજીવાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક ગોળી આરોપી સુખા પટેલના પગમાં લાગી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઈજાગ્રસ્ત આરોપીને ચંદીગઢની સેક્ટર 32 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ઓપરેશન દરમ્યાન દમણ પોલીસની સાથે મોહાલી ફેસ-11 પોલીસ સ્ટેશનની ટીમ પણ જોડાઈ હતી. મોહાલી એસએસપી કુલદીપસિંહ ચહલે મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે દમણ પોલીસ ડબલ મર્ડર કેસમાં આરોપીઓને ઝબ્બે કરવા મોહાલી આવી હતી. જેમાં બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. દરમિયાન ફાયરિંગ કરતા એક આરોપીના પગમાં ગોળી ઘૂસી ગજતા ઈજાગ્રસ્ત થયો હતો. મોહાલી પોલીસ દ્વારા પણ આ બને આરોપી સુખા અને સુનિલ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો અલગથી કેસ પણ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે
આ ઘટના ને પગલે સંઘ પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી છે