સુમન કુમારી પાકિસ્તાનમાં દીવાની ન્યાયાધીશ નિયુક્ત થનારી પ્રથમ હિંદુ મહિલા બની ગઇ છે. મીડિયામાં એવાં સામે આવેલાં સમાચારમાં આ અંગે જાણકારી આપવામાં આવેલ છે. કમ્બર-શાહદકોટ નિવાસી સુમન પોતાનાં પૈતૃક જિલ્લામાં જ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપશે. એક ખાનગી સમાચાર પત્ર અનુસાર, તેઓએ હૈદરાબાદથી એલએલબી અને કરાંચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન સાથે કાયદામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે.
સુમનનાં પિતા પવન કુમાર બોદાનનાં અનુસાર સુમન કમ્બર-શાહદદકોટ જિલ્લાનાં ગરીબોને મફત કાયદાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવા ઇચ્છે છે. તેઓએ જણાવ્યું કે, ‘સુમને એક ચેલેન્જપૂર્ણ વ્યવસાય પસંદ કર્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે ખૂબ મહેનત અને ઇમાનદારીથી ઉંચો મુકામ હાંસલ કરશે.’ સુમનનાં પિતા નેત્ર રોગ નિષ્ણાંત છે અને તેઓનાં મોટા ભાઇ સોફ્ટવેર એન્જીનિયર છે. તેઓની બહેન ચાર્ટર્ડ એકાઉન્ટ છે.
સુમન ગાયક લત્તા મંગેશકર અને આતિફ અસ્લમની ચાહક છે. પાકિસ્તાનમાં કોઇ હિંદુ વ્યક્તિને જજ તરીકે પસંદ કરવામાં આવેલ આ પ્રથમ મામલો નથી. પહેલા પણ હિંદુ ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રાણા ભગવાનદાસ હતાં કે જે 2005થી 2007ની વચ્ચે સંક્ષિપ્ત સમયગાળા માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. પાકિસ્તાનની કુલ આબાદીમાં બે ટકા હિંદુ છે અને ઇસ્લામ બાદ દેશમાં હિંદુ ધર્મ બીજો સૌથી મોટો ધર્મ છે.