નવી દિલ્હી : ટેનિસ ‘ઈન્ટિગ્રેટી યુનિટ’એ મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના આરોપસર બેલારુસના ચેયર અમ્પાયર અને ગ્રીસમાં ટુર્નામેન્ટના ડિરેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. 16 જુલાઈ, ગુરુવારે અમ્પાયર એલેક્સી ઇઝોટોવને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવા સાથે 10,000 ડોલર (આશરે 7.5 લાખ રૂપિયા) નો દંડ કરવામાં આવ્યો હતો.
ઇઝોટોવ પર ભ્રષ્ટાચાર માટે સંપર્ક કરવામાં આવ્યો તે અંગેની માહિતી ન આપવા અને અન્ય અમ્પાયરોને તેમાં જોડાવાનું કહેવાનો આરોપ છે. ટેનિસના ‘ઇન્ટિગ્રેટી યુનિટ’એ જણાવ્યું હતું કે, 22 વર્ષીય ઇઝોટોવ નવેમ્બર 2019 માં બેલારુસના મિંસ્કમાં આઇટીએફ મહિલા ટુર્નામેન્ટમાં ચેયર અમ્પાયર તરીકે કામ કરતો હતો, જ્યારે તેણે ભ્રષ્ટાચાર સંબંધિત કેસ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાની માહિતી આપી ન હતી.
આ કિસ્સામાં, ટૂર્નામેન્ટના ડિરેક્ટર એન્ટોનિસ કાલિટ્ઝકિસને 20 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને 6,000 ડોલર (લગભગ 90,000 રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો છે.