ભારતીય શટલર સાઇના નેહવાલે બુધવારે અહીં થાઇલેન્ડ ઓપનની મહિલા સિંગલ્સમાં સ્થાનિક દાવેદાર ફિટાયાપોર્ન ચાઇવાનને સીધી ગેમમાં પછાડીને કોર્ટ પર સફળ વાપસી કરી હતી. લગભગ બે મહિના પછી કોર્ટ પર પાછી ફરેલી સાઇનાઍ બીજા રાઉન્ડમાં ચાઇવાનને 21-17, 21-19થી હરાવી હતી. હવે તે જાપાનની સયાકા તાકાહાશી સામે રમશે.
પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત, ઍચઍસ પ્રણોય, પારુપલ્લી કશ્યપ અને શુભંકર ડે પણ પોતપોતાની મેચ જીતીને આગળ વધ્યા છે. શ્રીકાંતે ચીનના ક્વોલિફાયર રેન પેગ બોને 21-13, 17-21, 21-19થી હરાવવા માટે મહેનત કરવી પડી હતી. પ્રણોયે હોંગકોંગના વોંગ વિંગ કિ વિન્સેન્ટને 21-16, 22-20થી જ્યારે કશ્યપે ઇઝરાયલના મિશા ઝિલ્બરમેનને 18-21, 21-8, 21-14થી હરાવ્યા હતા. શુભંકર ડે નસીબદાર રહ્યો હતો અને તેને કેન્ટો મોમોટો સામે વોકઓવર મળી ગયું હતું. જો કે સૌરભ વર્માનો પ્રવાસ પહેલા રાઉન્ડમાં જ પુરો થયો હતો. તેને જાપાનના કેન્ટા સુનેયામાઍ 23-21, 19-21, 21-5થી હરાવ્યો હતો.
આ તરફ મિક્ષ્ડ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી અને અશ્વીની પોનપ્પાની જાડીઍ પોતાની કેરિયરનો સૌથી મોટો વિજય મેળવીને પહેલા રાઉન્ડમાં ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ જાડી ચાન પેંગ સુન અને ગોહ લિયુ યિંગને 21-18, 18-21, 21-17થી હરાવીને મોટો અપસેટ કર્યો હતો. આ સાથે બીજીવાર ભારતીય જાડીઍ મલેશિયન જાડીને હરાવી છે. આ પહેલા ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં પણ તેમણે મલેશિયન જાડીને હરાવી હતી.