અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની હાલત ખૂબ કફોડી બની છે. અહીં કુલ 28 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ક્રિટીકલ છે.હોસ્પિટલના સંચાલકે ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે તેવો ડર પણ સંચાલકોએ વ્યક્ત કર્યો છે. ઓક્સિજનની અછતને કારણે કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
