લોકડાઉન દરમિયાન સમગ્ર દુનિયામાં ઓનલાઈન ડેટિંગનું ચલણ અચાનક વધી ગયુ છે. બહાર નહીં નિકળી શકવાના કારણે કોઈ નવા પાર્ટી સાથે મુલાકાત ન થવાનો સારો વિકલ્પ ઓનલાઈન ડેટિંગ તરીકે મળી ગયો છે. ભારતની ડેટિંગ વેબસાઈટ ક્વૈક-ક્વૈકના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે, જેમાં ઓનલાઈન ડેટીંગના કેટલાય નવા ટ્રેંડ વિશે રસપ્રદ વાત બતાવામાં આવી છે.આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, ઓનલાઈન ડેટિંગમાં 55 ટકા પુરૂષો જ્યારે 73 ટકા મહિલા પાર્ટનરથી ભાવનાત્મક લાગણી શોધતી હોય છે. જેનો અર્થ એ થાય છે કે, લોકો હવે કૈઝૂઅલ ડેટીંગથી આગળ વધી ગયા છે અને ફિજીકલ કનેક્શનની જગ્યાએ ઈમોશનલ અટૈચમૈન્ટને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 21થી 30 વર્ષની વચ્ચેના લોકો વ્યક્તિગત રીતે એકબીજાને મળવાનું પસંદ કરતા હોય છે, જ્યારે 31 વર્ષની ઉપરના લોકો રિયલ કનેક્શન પર જોર આપતા હોય છે. તો વળી 20 વર્ષથી ઓછી ઉંમરના 46 ટકા લોકો વર્ચુઅલ ડેટીંગ કરવાનું પસંદ કરતા હોય છે.આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોટા ભાગના લોકો એ વાત પર સહમત નહોતા કે વર્ચુઅલ ડેટના આધારે પાર્ટનરની પસંદગી થઈ શકે અને તેમને મળ્યા બાદ પાર્ટનર પર નિર્ણય કરવામાં રસ બતાવ્યો હોય. આ મહામારીના કારણે લોકોનું મન હવે ઓનલાઈન ડેટીંગ તરફ વધ્યુ છે. લાંબી વાતચીત, નેટફ્લિક્લસની કોઈ ફિલ્મ અથવા સીરીઝ સાથે જોઈ કોમન ડેટીંગ ટ્રેંડર્સમાં છે.