વધારે પડતા ઘરોમાં ગરમીની સીઝનમાં અલગ અલગ પ્રકારની સમર ડ્રિન્ક બને છે. જેને પીવાથી શરીરની અંદર ઠંડક રહે છે.સાથે તમારા બોડીને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રાખે છે. તમે ઘણા પ્રકારના ડ્રીંક્સનું સેવન કર્યું હશે પરંતુ અમે તમને એવી ડ્રિંક્સ વિશે વાત કરવા જય રહ્યા છે જે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે ડીટોક્સિફાઇ પણ કરે છે. એના સિવાય વધતા વજનને ઓછું કરવામાં પણ મદદ કરે છે.આ શરબત તમને ઠંડક આપવાની સાથે-સાથે હેલ્ધી પણ રાખે છે. આમ એન્ટીઓક્સિડેન્ટની માત્રા ભરપૂર હોય છે. આને પીવાથી તમારી બોડી ડીટોક્સ થાય છે. સાથે વજન પણ ઓછું થાય છે. આ શરબત બનાવવું ખુબ સરળ છે. એના માટે તમારે અગાવથી કોઈ આ તૈયારી કરવી પણ જરૂરી નથી. તો ચાલો આ સમર ફૂલ રિફ્રેસિંગ ડ્રિન્કની રેસિપી વિશે જાણીયે.
સામગ્રી
• અડધી ચમચી વરિયાળી પાવડર.
• એક ચમચી કાળી કિસમિસ.
• એક ચમચી લીંબુનો રસ.
• બે ચમચી સફેદ શુગર ( ખાંડ )
શરબત બનાવવાની રીત :
• આખી વરિયાળીને મીક્ષરમાં પીસી લો. એના સિવાય તમે વરિયાળીનો પાવડર પણ ઉપયોગમાં લઇ શકો છો.
• આ પાવડરને પાણીમાં 2થી3 કલાક માટે પલળવા દો .
• કાળી કિસમિસને પાણીમાં પલાળી 2થી3 કલાક માટે રાખી દો.
• જયારે પાણીમાં પાવડર સારી રીતે પલળી જાય ત્યારબાદ પાણીને એક બાઉલમાં કાઢી લો.
• કિસમિસને મિક્સરમાં પીસીને પછી બાઉલમાં કાઢી લો.
• ત્યારપછી એક ચમચી ખાંડ ઉમેરો.
• ત્યારબાદ લીંબુનો રસ ઉમેરો.