યુએસ ઓપનમાં ગુરૂવારનો દિવસ ટોપ ટેનમાં સામેલ ત્રણ મહિલા ખેલાડીઓ માટે જાણે કે અપસેટ ઓપન બન્યો હતો. ટોપ ટેનમાં સામેલ ત્રણ ત્રણ મહિલા ખેલાડીઓ નજીકના સમયના ગાળામાં પોતાનાથી ઘણી નીચલી ક્રમાંકિત ખેલાડીઓ સામે હારીને બહાર થઇ હતી, જેમાં સિમોના હાલેપ, પેટ્રા ક્વિટોવા અને એરિના સેબેલેન્કાનો સમાવેશ થાય છે.
ચોથી ક્રમાંકિત સિમોના હાલેપનો તેનાથી 112 ક્રમાંક નીચે એવી વિશ્વની 116મી ક્રમાંકિત અમેરિકન ટેલર ટાઉનસેન્ડે અપસેટનો શિકાર બનાવીને 2-6, 6-3 7-6થી મેચ જીતી લીધી હતી, હાલેપ સતત ત્રીજીવાર યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવાથી વંચિત રહી ગઇ હતી. આ પહેલા તે 2017 અને 2018માં પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ હતી. 2016માં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
છઠ્ઠી ક્રમાંકિત ક્વિટોવાને તેનાથી 82 રેન્ક નીચેની એવી 88મી ક્રમાંકિત એન્ડિયા પેત્કોવિચે હરાવી હતી. પેત્કોવિચ આ મેચ 6-4, 6-4થી સીધા સેટમાં જીતી હતી. બે વારની વિમ્બલ્ડન ચેમ્પિયન ક્વિટોવા 2015 પછી પહેલીવાર ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી શકી નથી. જ્યારે પેત્કોવિચનું આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2011માં રહ્યું હતું અને તે સમયે તે અહીં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.
9મી ક્રમાંકિત સેબેલેન્કાને બિન ક્રમાંકિત યુલિયા પુતિન્તસેવાએ અપસેટનો શિકાર બનાવી હતી. પુતિન્તસેવાએ સેબેલેન્કાને 6-3, 7-6થી હરાવી હતી. પહેલો સેટ સાવ સરળતાથી હારેલી સેબેલેન્કાએ બીજા સેટમાં વાપસીના પ્રયાસ કર્યા હતા પણ તે છતાં પુતિન્તસેવા ટાઇબ્રેકરમાં એ સેટ જીતી ગઇ હતી,