ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે અત્યાર સુધી પ્રોફેશનલ સર્કિટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે. દોઢ વર્ષના લાંબાગાળા પછી રિંગમાં ઉતરીને તેણે સતત 11મો પ્રોફેશનલ વિજય મેળવ્યો હોવાથી તે રાહત અનુભવી રહ્યો છે. પ્રોફેશનલ સર્કિટમાં તેની આટલી સફળતા પછી પણ તેણે દેશ વતી ઓલિમ્પિક્સમાં રમવા બાબતે પોતાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત પાકિસ્તાની મુળના બ્રિટીશ બોક્સર આમિર ખાને આપેલા પડકાર બાબતે વિજેન્દરે કહ્યું હતું કે હું તેની સામે રિંગમાં ઉતરવા તૈયાર છુ.
પાકિસ્તાની બોક્સર આમિર ખાન ટ્વિટર પર વિજેન્દરને પડકારી ચુક્યો છે. આ બાબતે તેણે કહ્યું હતું કે બાળકો સાથે લડવાનું બંધ કર, હું તેની સાથે બાઉટ લડવા તૈયાર છું. આમિર ખાને ઘણીવાર વિજેન્દર સામે પડકાર ફેંક્યો છે પણ હજુ સુધી આ બંને વચ્ચે રિંગમાં કોઇ ફાઇટ થઇ નથી. મહત્વનું કારણ ઍ છે કે બંનેની વેઇટ કેટેગરી અલગ છે. આ બાબતે વિજેન્દરે કહ્યું હતું કે જો તે પોતાનુ વજન થોડું વધારે, હું પણ મારું થોડું વજન ઘટાડવા તૈયાર છું. જો બંને પ્રયાસ કરીશુંં તો ઍ શક્ય બની શકે છે. ફિલ્મો, રાજકારણ અને ટીવી શોમાં ઍન્કરિંગ કરવામાં હાથ અજમાવી ચુકેલા વિજેન્દરે ઍવું કહ્યું હતું કે તે અન્ય કોઇ પણ ક્ષેત્રે કામ કરે પરતું બોક્સિંગથી તે કદી દૂર નહીં થાય.