કોરોના વાયરસ અને માસ્કને લઇને કરવામાં આવેલી 172 સ્ટડીમાં ઘણી મહત્આવની બાબતો જાણવા મળી છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસથી બચવા માટે N95 અને અન્ય રેસ્પિરેટર માસ્ક, કાપડના બનેલા માસ્ક અથવા સર્જિકલ માસ્ક સારા હોય છે. આ પ્રોજેક્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફંડ કર્યો હતો.
વિશ્લેષણનું પરિણામ ધ લાન્સેટ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે નવા વિશ્લેષણ બાદ WHOને એવી ભલામણ કરવી જોઇએ કે ખાસ કરીને જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો અથવા ડોક્ટર અને નર્સ સર્જિકલ માસ્કની જગ્યાએ N95 માસ્ક જ પહેરે.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેવિડ માઇકલ્સે્ કહ્યું કે આ ખુબ જ નિરાશાજનક છે કે WHO અને CDC (અમેરિકાનું સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ) સલાહ આપે છે કે સર્જિકલ માસ્ક પર્યાપ્ત છે પરંતુ હકિકતમાં આવું નથી. ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે અનેક દેશોએ N95 માસ્કની અછત હોવાના કારણે લોકોને સાધારણ માસ્ક પહેરવાની મંજુરી આપી છે.