‘દૃશ્યમ 3’નું કલેક્શન 260 કરોડને પાર, બીજા શુક્રવારે પણ તોડ્યા રેકોર્ડ્સ
અજય દેવગનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ 3’નો બોક્સ ઓફિસ પર જાદુ સતત ચાલી રહ્યો છે. પહેલા અઠવાડિયામાં ઐતિહાસિક કમાણી કર્યા બાદ આ ફિલ્મે બીજા શુક્રવારે (8મા દિવસે) પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે પોતાની મજબૂત પકડ જાળવી રાખતાં પહેલેથી જ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે તે ધૂઆંધાર કમાણી તરફ આગળ વધી રહી છે.

રિલીઝના 8મા દિવસે કરી શાનદાર કમાણી
રિપોર્ટ મુજબ, ‘દૃશ્યમ 3’ એ રિલીઝના 8મા દિવસે એટલે કે બીજા શુક્રવારે લગભગ 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ભારતમાં આ ફિલ્મનું 8 દિવસનું કુલ નેટ કલેક્શન 260 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પહેલા અઠવાડિયામાં 245.50 કરોડનો શાનદાર વેપાર કર્યા પછી, બીજા વીકેન્ડમાં પણ તેના બેસ્ટ પર્ફોમન્સની આશા રાખવામાં આવી રહી છે.
‘ધુરંધર 2’ પછી બનાવ્યો આ મોટો રેકોર્ડ
‘દૃશ્યમ 3’ એ બીજા શુક્રવારે 14.50 કરોડની કમાણી સાથે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ‘ધુરંધર 2’ પછી વર્ષ 2026માં બીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઈ છે. તેણે તાજેતરમાં રિલીઝ થયેલી ‘બોર્ડર 2’ ના બીજા શુક્રવારના 12.53 કરોડ રૂપિયાના કલેક્શનને પાછળ છોડી દીધું છે.
વર્ષ 2026માં બીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો:
ધુરંધર 2 – 42 કરોડ રૂપિયા
દૃશ્યમ 3 – 14.50 કરોડ રૂપિયા
બોર્ડર 2 – 12.53 કરોડ રૂપિયા
મિર્ઝાપુર ધ મુવી – 9.5 કરોડ રૂપિયા
ભૂત બંગલા – 6.4 કરોડ રૂપિયા
આવારાપન 2 – 6.21 કરોડ રૂપિયા
ધમાલ 4 – 6.19 કરોડ રૂપિયા
વેલકમ ટુ ધ જંગલ – 4.95 કરોડ રૂપિયા
અજય દેવગનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે અને દર્શકોમાં તેનો ક્રેઝ જરાય ઓછો થયો નથી.

