ED Raid ભીલાઈ નિવાસસ્થાને તપાસ ચાલી રહી છે; ભૂપેશ બઘેલે કહ્યું – “ED આવી ગઈ છે”
ED Raid છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભીલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારના રોજ Enforcement Directorate (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું,
“ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. તમનારમાં કાપાતા વૃક્ષોની બાબત આજે ઉઠાવવાની હતી. સાહેબે EDને ભિલાઈ મોકલી દીધી છે.”
EDનું નિવેદન – “ચૈતન્ય બઘેલના ઠેકાણા પર દરોડા”
ઈડી દ્વારા આ કાર્યવાહી અંગે નિવેદન આપવામાં આવ્યું છે. એ મુજબ, દરોડા ભૂપેશ બઘેલ નહીં પરંતુ તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે સંકળાયેલા સ્થળોએ પાડવામાં આવ્યા છે. EDનું કહેવું છે કે આ તપાસ છત્તીસગઢના દારૂ કૌભાંડ સંદર્ભમાં ચાલી રહી છે.
રાજકીય માહોલ તંગ: કોંગ્રેસનો આરોપ – રાજકીય બદલો
કૉંગ્રેસ પક્ષ આ પગલાને રાજકીય બદલો ગણાવી રહ્યો છે. પાર્ટીના નેતાઓએ આ કાર્યવાહી વિધાનસભા સત્રના અંતિમ દિવસે કરવામાં આવી હોવાને “સંજોગસર પરંતુ યોજના મુજબ” ગણાવી છે.