CUET UG 2025 માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તક, 22 માર્ચ પહેલા અરજી કરો!
CUET UG 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. જે ઉમેદવારો હજુ સુધી રજીસ્ટ્રેશન કરી શક્યા નથી, તેઓ પાસે 22 માર્ચ, 2025 સુધીનો સમય છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી ફી ચૂકવવાની છેલ્લી તારીખ 23 માર્ચ, 2025 છે.
CUET UG 2025: મહત્વપૂર્ણ તારીખો
- અરજી કરવાની છેલ્લી તારીખ: 22 માર્ચ, 2025
- ફી ચુકવણીની છેલ્લી તારીખ: 23 માર્ચ, 2025
- એપ્લિકેશન કરેકશન વિંડો: 24 માર્ચથી 26 માર્ચ, 2025
- પરીક્ષા મોડ: કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT)
- મહત્તમ વિષયો: 5
CUET UG 2025: પાત્રતા માપદંડ
ઉમેદવારો નીચેની કોઈ એક શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે:
- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મી પાસ.
- ઇન્ટરમિડિયેટ અથવા બે વર્ષીય પ્રી-યુનિવર્સિટી પરીક્ષા પાસ.
- હાયર સેકેન્ડરી સર્ટિફિકેટ વ્યાવસાયિક પરીક્ષા પાસ.
- AICTE અથવા સ્ટેટ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ત્રણ વર્ષીય ડિપ્લોમા.
- NIOS દ્વારા આયોજિત સિનિયર સેકેન્ડરી પરીક્ષા (ઓછામાં ઓછી 5 વિષયો સાથે) પાસ.
CUET UG 2025: અરજી ફી
શ્રેણી | 3 વિષય માટે | 1 વિષય માટે |
---|---|---|
જનરલ | 1000 | 400 |
ઓબીસી-એનસીએલ/ઇડબ્લ્યુએસ | 900 | 375 |
SC/ST/PWD/થર્ડ જેન્ડર | 800 | 350 |
ભારત બહારના સેન્ટર માટે | 4500 | 1800 |
CUET UG 2025: કેવી રીતે અરજી કરવી?
- cuet.nta.nic.in પર જાઓ.
- હોમપેજ પર CUET UG 2025 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ લૉગ ઇન કરો અને ફોર્મ ભરો.
- અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
- ભવિષ્ય માટે અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખો.
જલ્દી કરો! CUET UG 2025 માટે અરજી કરવાની આ છેલ્લી તક છે.