ICAI CA 2025 જાન્યુઆરીની પરીક્ષા ની પરીક્ષાની તારીખો ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે.
ICAI CA 2025 જાન્યુઆરીની પરીક્ષા ની તારીખો ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓનું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો ICAI icai.org ની સત્તાવાર વેબસાઇટ દ્વારા સંપૂર્ણ સમયપત્રક ચકાસી શકે છે.
પરીક્ષા ક્યારે યોજાશે?
સત્તાવાર શેડ્યૂલ મુજબ, ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા જાન્યુઆરી 12, 14, 16 અને 18, 2024ના રોજ લેવામાં આવશે. જ્યારે, ઇન્ટરમીડિયેટ કોર્સ માટેની પરીક્ષા ગ્રુપ I માટે 11, 13 અને 15 જાન્યુઆરીએ અને ગ્રુપ II માટે 17, 19 અને 21 જાન્યુઆરી, 2024ના રોજ લેવામાં આવશે.
- ફાઉન્ડેશન કોર્સનું પેપર I અને II બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. જ્યારે પેપર 3 અને 4 તમામ દિવસોમાં બપોરે 2 થી 4 દરમિયાન લેવામાં આવશે.
- ઇન્ટરમીડિયેટ કોર્સમાં તમામ પેપર બપોરના 2 થી સાંજના 5 વાગ્યા સુધી લેવામાં આવશે.
- ફાઉન્ડેશન પરીક્ષાના પેપર 3 અને 4 માં કોઈ એડવાન્સ રીડિંગ ટાઈમ રહેશે નહીં, જ્યારે ઉપરોક્ત તમામ પેપર/પરીક્ષાઓમાં બપોરે 1.45 (IST) થી 2 વાગ્યા (IST) સુધીનો એડવાન્સ રીડિંગ ટાઈમ 15 મિનિટ આપવામાં આવશે.
- ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓના ઉમેદવારોને પ્રશ્નપત્રોના જવાબ આપવા માટે અંગ્રેજી/હિન્દી માધ્યમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા
ઓનલાઈન પરીક્ષા અરજી પ્રક્રિયા 10 નવેમ્બરથી શરૂ થશે અને 23 નવેમ્બર, 2024 ના રોજ કોઈપણ લેટ ફી વિના બંધ થશે. રૂ.600/- અથવા US$10ની લેટ ફી સાથે ઓનલાઈન પરીક્ષા અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર, 2024 છે. ઉમેદવારોએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ માટે www.icai.org વેબસાઇટ મારફતે અરજી કરવી પડશે અને જરૂરી પરીક્ષા ફી પણ ઓનલાઇન સબમિટ કરવી પડશે.
કરેક્શન વિન્ડો ક્યારે ખુલશે?
આ માટે કરેક્શન વિન્ડો 27મી નવેમ્બરે ખુલશે અને 29મી નવેમ્બર 2024ના રોજ બંધ થશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર ICAI વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.