IDBI Bankમાં 676 જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) ની જગ્યાઓ માટે ભરતી, અરજી શરૂ
IDBI Bank: જો તમે બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો IDBI બેંકે તમારા માટે એક શાનદાર તક રજૂ કરી છે. બેંકે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) ની કુલ 676 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ૮ મે ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ મે ૨૦૨૫ છે.
ખાલી જગ્યાની વિગતો:
- હોદ્દો: જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM)
- કુલ પોસ્ટ્સ: ૬૭૬
જરૂરી લાયકાત:
- ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ.
- વય મર્યાદા: ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ (અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે).
અરજી ફી:
- જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ શ્રેણી માટે: રૂ.૧૦૫૦
- SC/ST/PwD શ્રેણી માટે: 250 રૂપિયા
અરજી પ્રક્રિયા:
રસ ધરાવતા ઉમેદવારો IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ www.idbibank.in પર જઈને અથવા સીધી એપ્લિકેશન લિંક IDBI JAM એપ્લિકેશન લિંક દ્વારા અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરૂ: ૮ મે ૨૦૨૫
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 મે 2025
- પરીક્ષા તારીખ: ૮ જૂન ૨૦૨૫ (કામચલાઉ)
- પ્રવેશપત્ર રિલીઝ તારીખ: પરીક્ષાના થોડા દિવસો પહેલા