NEET UG 2025 RESULT: ફાઇનલ આન્સર કી અને પરિણામ હવે ઉપલબ્ધ, તરત તપાસો
NEET UG 2025 RESULT: પરીક્ષાનું પરિણામ હવે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2025ની ફાઇનલ આન્સર કી અને પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષના NEET UGમાં હાજરી આપનાર ઉમેદવારો તેમના પરિણામને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને સરળતાથી ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
NEET UG 2025 પરિણામ કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
- હોમપેજ પર આપેલ NEET (UG) 2025 પરિણામ લિંક પર ક્લિક કરો.
- તમારી અરજી નંબર અને પાસવર્ડ (ડોબ, રજીસ્ટ્રેશન આઈડી) ભરવા પછી સબમિટ કરો.
- તમારું NEET UG 2025 પરિણામ અલગ વિન્ડોમાં ખુલશે.
- પરિણામનું નિરિક્ષણ કરીને તેને ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લેવું જરૂરી છે.
સીધી લિંકથી તપાસો:
NEET UG 2025 RESULT ડાઉનલોડ કરો
NEET UG 2025 કટ ઓફ સ્કોર:
શ્રેણી | ગુણસીમા (કટઓફ) |
---|---|
યુનરિઝર્વ્ડ/ઈડબલ્યુએસ | 686-144 |
ઓબીસી | 143-113 |
એસસી | 143-113 |
એસટી | 143-113 |
યુનરિઝર્વ્ડ/ઈડબલ્યુએસ & PWBD | 143-127 |
ઓબીસી & PWBD | 126-113 |
એસસી & PWBD | 126-113 |
એસટી & PWBD | 126-113 |
NEET (UG) 2025 Results are now LIVE!
All candidates are advised to check their email for their scorecards. You can also download your result using your login credentials at https://t.co/vupfOoDMx9#NEETUG2025 #NEETResult #NTA
— National Testing Agency (@NTA_Exams) June 14, 2025
મહત્વપૂર્ણ માહિતી:
NEET UG 2025ની પરીક્ષા 4 મે 2025ના રોજ દેશભરના અનેક કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરિણામની જાહેરાત સાથે, વિદ્યાર્થીઓને હવે આગળના અભ્યાસ માટે તેમની તૈયારી શરૂ કરવાની તક મળી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આ સમાચારને તેમની સત્તાવાર સોશિયલ મીડિયા (X) એકાઉન્ટ પર પણ જાહેરાત કરવામાં આવી છે.